આ સાથે જ KGF 2 હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.હિન્દીમાં આ ફિલ્મે પહેલા દિવસે 53.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જે વોર અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કરતા પણ વધારે છે.વોરએ પહેલા દિવસે 51.60ની ઓપનિંગ કરી હતી,જ્યારે ઠગ્સ ઓફ હિન્દોસ્તાને રૂ. 50.75 કરોડની ઓપનિંગ કરી હતી.KGF 2એ પ્રથમ દિવસે સમગ્ર ભારતમાં 134.5 કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.KGF: ચેપ્ટર 2 શુક્રવારે 14 એપ્રિલે 5 ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. KGF: ચેપ્ટર 2એ આ જ નામની ફિલ્મની સિક્વલ છે,જેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્યું છે.

