આગ્રા : આગ્રામાં મુસ્લિમ જીમ સંચાલક સામે નાસી ગયેલી હિન્દુ છોકરી પાછી આવ્યા પછી બબાલ અટકવાને બદલે વધી ગઈ હતી.આક્રોશિત લોકોએ શુક્રવારે પંચાયત ભરી હતી તે પછી આરોપી જીમ સંચાલક સાજીદ તેના ભાઈ મુજાહીદ અને કાકા રહીસના ઘરોને આગ લગાડી દીધી હતી.જો કે તે સમયે તેમનાં ઘરોમાં કોઈ હાજર ન હતું.ઘરો ઉપર તાળા હતા.જનતાનો ગુસ્સો તે હકીકત ઉપર પણ હતો કે પોલીસે હજી સુધીમાં આ અંગે સાજિદની ધરપકડ કરી શકી નથી.એસ.એસ.પી.સુધીર કુમાર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના અંગે બેદરકારી રાખવાના આરોપસર રૂનકના વિસ્તારની ચોકીના ઇન્ચાર્જ જિતેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દેવાયા છે.તે સાથે થાણા પ્રભારી સિકંદરા ઉપર પણ તપાસના આદેશ અપાઇ ગયા છે અને આગ લગાડવાના આરોપસર ચાર લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.આ પૂર્વે હિન્દુ – મહાસભાના કાર્યકરોએ થાણાને ઘેરયો હતો.ઉલ્લેખનીય છે કે ૧૧મી એપ્રિલે આગ્રાના થાણા સિકંદરા ક્ષેત્રમાં આવેલા રૂનકતા માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલી એક વિદ્યાર્થિની ગુમ થઇ ગઈ હતી.તેને ગુમ કરવાનો આક્ષેપ જિમ સંચાલક સાજિદ ઉપર હતો.બુધવારે મોડી રાત્રીએ તે છોકરીને પાછી મેળવી હતી.જો કે સાજિદ હજી સુધી ગુમ થયેલો છે.જો કે તે પહેલા એક વીડીયો વાયરલ કરાયો હતો.તેમાં તે છોકરી તેવું કહેતી હતી કે તે પોતાની મરજીથી નાસી ગઈ છે પરંતુ તે સમયે સાજિદ પણ તેની સાથે દેખાતો હતો.આ વીડીયો વાયરલ થયા પછી પોલીસ દિલ્હી પણ પહોંચી હતી. પરંતુ બુધવારે મોડી રાત્રીએ તેને સિકંદરા ક્ષેત્રમાંથી જ પાછી મેળવી હતી.જો કે પહેલા જણાવ્યું તેમ સાજીદ નાસી છૂટયો હતો.