એજન્સી, નવી દિલ્હી : ભારતમાં દર ૧૦માંથી ૯ પરિવાર પર છેલ્લા ૩૦ દિવસમાં શાકભાજીના ભાવવધારાની પ્રતિકૂળ અસર થઈ છે.એક સરવેમાં લોકલસર્કલ્સે જણાવ્યું હતું કે, તેને ભારતના ૩૧૧ જિલ્લામાં રહેતા નાગરિકો તરફથી ૧૧,૮૦૦ અભિપ્રાય મળ્યા છે અને તેમાં દાવો કરાયો હતો કે, માર્ચ મહિનાથી શાકભાજીના વધી રહેલા ભાવની ભારતીય પરિવારો પર પ્રતિકૂળ અસર થઈ છે.સરવેમાં ભાગ લેનારા ૩૭ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમના શાકભાજી ખર્ચમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.સરવેના તારણ સૂચવે છે કે, ગયા મહિને કેટલાક શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.૩૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તે ૧૦-૨૫ ટકા વધુ નાણાં ચૂકવી રહ્યા છે.જ્યારે અન્ય ૧૪ ટકા લોકોના જણાવ્યા અનુસાર તેમનો શાકભાજી ખર્ચ ગયા મહિનાની તુલનામાં ૧૦ ટકા સુધી વધ્યો છે.સરવેમાં ૨૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે, શાકભાજી પાછળ તેમના ખર્ચમાં ૨૫-૫૦ ટકાનો વધારો નોંધાયો છે.જ્યારે પાંચ ટકાએ તો ખર્ચ ૫૦-૧૦૦ ટકા સુધી વધ્યો હોવાનું જણાવ્યું હતું.સાત ટકાના જણાવ્યા અનુસાર તેઓ શાકભાજી માટે અગાઉની તુલનામાં લગભગ બમણી રકમ ચૂકવી રહ્યા છે.કાનપુરમાં વાડીમાંથી 15 હજાર લીંબુની ચોરી.કાનપુર: છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ ઘણી વાર આસમાને પહોંચ્યા છે,પણ લીંબુના ભાવ ભાગ્યે જ સમાચારોમાં ચમકે છે.અત્યારે લીંબુના ભાવ એટલા તો વધી ગયા છે તેની ચોરી શરૂ થઈ ગઈ છે.ઉત્તર પ્રદેશની કોઇ વાડીમાંથી લીંબુની ચોરીનો પહેલો કેસ કાનપુરમાં નોંધાયો છે.અહીંના બિઠુર બાગમાંથી ચોરોએ ૧૫ હજાર લીંબુની ચોરી કરી છે.લીંબુના ભાવમાં મોટા ઉછાળાને કારણે ખેડૂતોને વાડીના રક્ષણ માટે રખેવાળો રાખવાની ફરજ પડી છે.રોજ ૫૦ લોકો વાડીનું રક્ષણ કરે છે જેના માટે રોજના ~૨૨,૫૦૦નો ખર્ચ થઈ રહ્યો છે.

