બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલ.સી.બી શાખાના પોલીસ માણસો પ્રોહી જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. ભમરસિંહ સારંગજી તથા અ.હે.કો.રાજદિપભાઇ મનસુખભાઇ નાઓને સંયુક્ત ખાનગીરાહે બાતમી મળેલ કે,મૌજે તરસાડીગામની સીમમાં આવેલ નટવરસિંહ અમરસિંહ દેસાઇના બ્લોક નં .૨૫૫ – અ વાળા શેરડીના ખેતરમાં હેમંતભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.(તરસાડી ગામ કોળી સમાજની વાડીની બાજુમાં તા.મહુવા જી.સુરત .) નાએ ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે.અને સગેવગે કરવાની પેરવીમાં છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા શેરડીના ખેતરમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 492 નંગ બોટલો મળી આવી હતી પોલીસે 72 હજારની કિંમતનો આ વિદેશી દારૂ કબ્જે લઈ વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર હેમંતભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.તરસાડી ગામ કોળી સમાજની વાડીની બાજુમાં તા.મહુવા જી.સુરત.નાઓને વોન્ટેડ જાહેર કરી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


