સાપુતારા : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં ઉમરાખાડી પુલ નજીક માર્ગ વચ્ચે અચાનક ધડાકાભેર વીજપોલ નો તાર તુટી પડતાં આજુબાજુના ઘરોમાં રહેતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતાં અચાનક પડેલ વીજ તાર ને લઈને વાહનચાલકોમાં ડરનો માહોલ જોવા મળતાં માર્ગની બંને સાઈડે વાહનચાલકોએ પોત પોતાના વાહનો થંભાવી દેતાં બંને સાઈડે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જોકે વઘઇ વિધુત બોર્ડના કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આ તાર ને સાઇડમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી ઉપસ્થિત લોકો માં માર્ગ વચ્ચે ઝુલતા વીજ તાર ને લઈને કોઈ યોગ્ય નિકાલ વીજ કંપની દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.


