બારડોલી : બારડોલીમાં 131મી જન્મ જયંતિની બારડોલીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.દેજય ભીમ યુવક મંડળ બાબેન દ્વારા બાબેન ગામ થી બારડોલી બાબા સાહેબ પ્રતિમા સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની આજે 131મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ યુવક મંડળ બાબેન દ્વારા બાબેન ગામ થી મોટી બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવકોની સાથે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિત અનેક સામાજિક આગેવાનો જોડાયા હતા.બાબેનથી નીકળેલી રેલી બારડોલીના મુખ્ય માર્ગ પર થઈ તલાવડી મેદાન નજીક બાબાસાહેબની પ્રતિમા સ્થળે પહોંચી હતી.જ્યાં પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબાસાહેબને યાદ કર્યા હતા


