(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨ : ભારતમાં કોરોનાના નવા ૨૪૫૧ કેસ નોંધવામાં આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૫૨,૪૨૫ થઇ ગઇ છે.આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને ૧૪,૨૪૧ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.કોરોનાના કારણે વધુ ૫૪ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૨,૧૧૬ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૦૮નો વધારો થયો છે.દૈનિક પોઝિટીવ રેટ વધીને ૦.૫૫ ટકા અને સાપ્તાહિક પોેઝિટીવ રેટ વધીને ૦.૪૭ ટકા થયો છે.દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૮૭.૨૬ કરોડને પાર થઇ ગઇ છે.આ દરમિયાન દિલ્હીમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં માસ્ક ફરજિયાત બની ગયું છે.માસ્ક ન પહેરનારને ૫૦૦ રૃપિયાનો દંડ ભરવો પડશે.જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાતપણે પહેરવાના નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.નવા નિયમ હેઠળ જો કે ખાનગી કારમાં એક સાથે મુસાફરી કરતા યાત્રીઓને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.આ દરમિયાન આઇઆઇટી, મદ્રાસમાં વધુ ૧૮ વિદ્યાર્થીઓને કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.આ સાથે જ આઇઆઇટી, મદ્રાસાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને ૩૦ થઇ ગઇ છે.

