નાયબ વન સંરક્ષક રબારી ની નિમણૂક ની સાથે જંગલ ચોર વિરપનન પર ત્રાડક્યા

157

સાપુતારા : વન પ્રદેશ ડાંગ જિલ્લા માં જંગલો નો ને નિકંદન ને અંજામ આપતા વિરપનનો કેટલાક સમય થી સક્રિય બની વન ને વરુભૂમી બનાવવા જઈ રહયા હતા તે અરસા મા ઉત્તર ડાંગ વન વિભાગ ના નાયબ વન સંરક્ષક તરીકે રબારી ની નિમણૂક થતા જ તેઓએ તમામ રેન્જ વિસ્તાર ના રેન્જરો ને જંગલ નુ નિકંદન અટકાવવા કડક ભાષામાં સુચના આપી હતી.તે દરમિયાન નાયબ વન સંરક્ષક રબારી એ રેડ ઝોન ની બરડીપાડા રેન્જ વિસ્તાર મા તસ્કરો ગેરકાયદેસર સાગી લાકડા ની બાતમી મળતા તેઓ એ બરડીપાડા રેન્જ ના આર એફ.ઓ પરમાર ને સધન સુચના આપતા રબારી સાહેબ ના રાહભેરી હેઠળ આર એફ.ઓ પરમાર અને તેમના સ્ટાફે સધન પેટ્રોલીંગ આરંભયુ હતુ તે દરમિયાન ખોખરી થી સીસપાડા થી તાપી જિલ્લા મા નીકળતા માર્ગ ઉપર ખોખરી ગામે બપોર ના સમયે ટાવેરા ગાડી પૂરપાટ ઝડપભેર નીકળતા વન વિભાગે ફિલ્મ ઠબે પીછો કરતા ખોખરી અને સીસપાડા વચ્ચે ફુટવેલ ફાટક પાસે ટાવેરા ગાડી ચાલકે દશ ફુટ ઉંડી ખાઈ માં ગાડી ઉતારી પાછી દશ ફુટ ચઠાવવા જતા ગાડી પલ્ટી મારી ગઈ હતી અને ટવેરા ગાડી નો ચાલક જીવ બચાવી ભાગી છુટયો હતો વન વિભાગે ટવેરા ગાડી નં-GJ.19M.4395 નો કબજો લઈ તપાસ કરતા તેમાથી ગેરકાયદેસર સાગી લાકડા નંગ-15ધનમીટર-0.856 જેની અંદાજિત કિંમત 1,20,000અને ટવેરા ટેમ્પા ની કિંમત 1.80.000એમ ત્રણ લાખ મુદ્દામાલ જપ્ત કરી જંગલ ચોર વિરપનન રવિનદર શુભમ પારે સાથે અન્ય એક ફરાર જોહેર કરયા હતા

જયારે બપોર બાદ સાંજે સાત વાગ્યા પછી વધુ એક ગાડી બરડીપાડા ઝાડી ફળિયા મા ગેરકાયદેસર સાગી લાકડા વહન કરવા ની બાતમી મળતા આર એફ.ઓ પરમાર સ્ટાફ સાથે ઝાડી ફળિયા મા ત્રાડકયા હતા જયા મહેન્દ્ર જાયોલો ગાડી નંGJ.5-GK3424 મુકી જંગલ ચોર વિરપનનો ભાગી ગયા હતા વન વિભાગે ઝાયલો ગાડી ની તપાસ કરતા ગેરકાયદેસર સાગી લાકડા નંગ-13 ધન મીટર 0.720 જેની અંદાજિત કિંમત એક લાખ રૂપિયા અને ઝાયલો ગાડી ની કિંમત દોઠ લાખ એમ કુલ અઠી લાખ નો મુદ્દામાલ ઝડપી જંગલ ચોર વિરપનન તાપી જિલ્લા નો તાળી ધનમોલી ગામ નો એલેશ અર્જુન ગામિત અને નવિનયો ફરાર જાહેર કર્યા હતા.

આમ વન વિભાગ દ્વારા વન નુ નિકંદન કરતા જંગલ ચોર વિરપનનો પર ત્રાડકતા જંગલ ચોર વિરપનનો ભૂગર્ભ મા ઉતરી ગયા હતા ફરાર આરોપી વારંવાર જંગલ ચોરી વારંવાર પકડા હોય છે અને નીજેવી રકમ ભરી છુટી જતા હોય ત્યારે અહિ ના આદિવાસીઓ ની એક જ માંગ છે આવા જંગલ ચોર વિરપનનો ને ફાંસી એ ચઠાવો અને વન ના નિકંદન મા કોન કોન સામેલ છે એની ન્યાય તપાસ કરી ગુનેગારો ને કડક મા કડક સજા તેવી માંગ આદિવાસી સમાજ કરી રહયો જેથી વન નિકંદન ન થાય

Share Now