નવસારી : મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ ની દીકરી આ.સૌ. જયશ્રીબેન પ્રકાશભાઈ દેશમુખ ની સુપુત્રી ચી. ડિનલ ઉર્ફે અંકિતા ના લગ્ન પ્રસંગે હાજરી આપવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એક દિવસ માટે નવસારીના મહેમાન બન્યા હતા, સાદગી પૂર્વક યોજાયેલ લગ્ન સમારોહમાં નવદંપતિ ને આશીર્વાદ આપવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ની હાજરીને લઈને સૌકોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.નવસારીના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર એવા મંગુભાઈ પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે.મંગુભાઈના પુત્રી જયશ્રીબેનની દીકરી એટલે મંગુભાઈના દોહિત્રી અંકિતાના લગ્ન BR ફાર્મ ખાતે યોજાયા હતા.જેમાં હાજરી આપવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ખાસ સમય કાઢીને નવસારી ખાતે બી.આર ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા.આ લગ્ન પ્રસંગમાં ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ, જીતુ ચૌધરી અને કનુભાઇ દેસાઇ સહિત સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઈ અને આર.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા હેલીપેડ થી સીધા B.R ફાર્મ ખાતે પહોંચ્યા હતા.જ્યાં ખાસ શુભ પ્રસંગે મંગુભાઇ સાથે ગુજરાતી રસોઈની લિજ્જત માણી હતી અને આશરે દોઢ કલાક રોકાયા બાદ નવદંપતિ ને આશીર્વાદ આપીને તેઓ એમપી જવા રવાના થયા હતા.


