વોર્સો : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ જ્યોર્જ અચાનક અને ગુપ્ત રીતે કીવ પહોંચી ગયા હતા. તેઓની આ મુલાકાતની પહેલા કશી જાહેરાત જ કરાઈ ન હતી. તઓએ એક તરફ યુક્રેનને રાજદ્વારી ટેકો મજબુત રીતે આપ્યો હતો, તો બીજી તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેનને વિદેસમાંથી પણ શસ્ત્રો ખરીદવા પડે તો તે માટે તેને ૩૦ કરોડ ડોલરની સહાય માટે વચન આપવા સાથે ૧૬૦૫ કરોડ ડોલરનાં શસ્ત્રો આપવાનું વચન આપ્યું હતું.આ સાથે આ બંનેએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે પ્રમુખ જો બાયડન, માત્ર ટુંક સમયમાં જ યુક્રેન ખાતેના અમેરિકાના રાજદુતનું નામ જાહેર કરવાના છે અને યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ અમેરિકાના જે રાજપુરષોએ યુક્રેન છોડી દીધું હતું.તેઓ ફરી પાછા આગામી સપ્તાહે જ યુક્રેનમાં આવી જશે.વાસ્તવમાં જે પત્રકારો, ઓસ્ટિન અને બ્લિન્કેન સાથે પોલેન્ડ પહોંચ્યા હતા.તેઓની આ મુલાકાત પુરી ન થાય ત્યાં સુધી તેના રીપોર્ટ પ્રસિદ્ધ કરવાની ”ના” કહી હતી. તે ઉપરાંત ભૂમિ માર્ગે બ્લિન્કેન અને ઓસ્ટિન દીવ જવા નીકળ્યા ત્યારે પણ તેમને સાથે લઈ જવામાં આવ્યા ન હતા.આ સાથે તેમને તે પણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કરાયો હતો.તેઓ દક્ષિણ પૂર્વ પોલેન્ડમાં પણ ક્યાં છે. તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
આ ઉપરાંત તે બંને મંત્રીઓ ક્યારે અને ક્યાં પાછા ફરશે તેની પણ ગુપ્તતા રખાઈ હતી. આ માટે અમેરિકાએ સલામતીનું કારણ દર્શાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે બ્લિન્કેન અને ઓસ્ટિને કુલ ૭૧ કરોડ ૩૦ લાખ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી છે.તો બીજી તરફ અમેરિકાના સાથી દેશો અને ”નોટો”ના સભ્યોએ દીવની શસ્ત્ર સહાય કરવા ૩૨.૨ કરોડ ડોલર જુદા તારવ્યા છે.


