નવી દિલ્હી, તા. 04 મે 2022, બુધવાર : ભારતની જુગાડ ટેક્નોલોજીની અદ્ભુત છે.શૂન્યની શોધથી લઈને યોગ સુધી ભારતે દુનિયાને અનેક વસ્તુઓ આપી છે.આ જ કારણ છે કે સિલિકોન વેલીથી લઈને નાસા સુધી ભારતીયોને પ્રતિભાનું લોખંડ માનવામાં આવે છે પરંતુ ભારતીયોની સૌથી મહત્વની બાબત એ છે કે ઓછા સંસાધનો અને ખર્ચમાં કામ કરવું. આ માટે અનેક દેશી પદ્ધતિઓ પણ અજમાવવામાં આવે છે જેને જુગાડ નામ આપવામાં આવ્યું છે.આવી જ જુગાડ ટેક્નોલોજીથી બનેલી જેટ સ્કી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.પાણી પર ચાલતી મોંઘી જેટ સ્કીની જગ્યાએ જૂના મોટરસાઈકલના ઉપયોગ કરીને બનાવવામાં આવેલી જેટ સ્કીને લોકો પસંદ કરી રહ્યા છે.હવે આ અનોખી જેટ સ્કી પર એક નજર કરીએ. ભલે તે નદી કે સમુદ્ર પર દોડવા માટે સુંદર અને અત્યાધુનિક ન લાગે પરંતુ તે ખૂબ જ ઉપયોગી છે.બજારમાં ઉપલબ્ધ મોંઘી જેટ સ્કી ખરીદવી કદાચ બજેટમાં નહોય તેથી ભારતીયના લોકો પોતાનું દિમાગ દોડાવી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે.જૂની મોટરસાઈકલની મદદથી તૈયાર કરાયેલી આ જેટ સ્કી પણ એટલી જ ઉપયોગી છે માત્ર તેનો દેખાવ થોડો અલગ છે.આ વીડિયો IAS ઓફિસર દીપાંશુ કાબરાના એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો જોઈ જેટ સ્કીમાં કરવામાં આવેલી નવીનતાની અનેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બેશક 21મી સદી ભારતીય ઈનોવેટર્સની છે.’ આ વીડિયો પર આવી રહેલી કમેન્ટ્સમાં પણ ઈનોવેશનના વખાણ થઈ રહ્યા છે.

