By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મનસુખની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મનસુખની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હતા
GeneralMumbai

મનસુખની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હતા

HM News
Last updated: 05/05/2022 9:12 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલા વાહનના માલિક મનસુખ હિરેણની હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માનું નામ મુખ્ય કાવતરાખોર તરીેકે દર્શાવ્યું છે.અન્ય એક ઘટસ્ફોટમાં એનઆઈએએ જણાવ્યું છે કે હત્યાનું આખું કાવતરું મુંબઈ પોલીસ કમિશનરેટના કમ્પાઉન્ડમાં રચાયું હતું અહીં જ હિરેણની હત્યા કરવા મીટિંગ થઈ હતી.વધુમાં ભૂતપૂર્વ આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેએ આખા કાવતરા માટે રૂ. ૪૫ લાખ ચૂકવ્યા હતા.એનઆઈએએ બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામામાં બુધવારે જણાવ્યું હતું કે પ્રદીપ શર્મા જ મનસુખ હિરેણની હત્યા પાછળ મુખ્ય કાવતરાખોર છે.કથિત કાવતરું પોલીસ કમિશનરેટના કમ્પાઉન્ડમાં રચાયું હતું જ્યાં પ્રદીપ શર્મા અને અન્યો આરોપીઓએ વિવિધ બેઠકોમાં હાજરી આપી હતી અને સચિન વાઝેએ મનસુખ હિરેણની હત્યા કરવા મારાઓ માટે પ્રદીપ શર્માને રૂ. ૪૫ લાખની રકમ આપી હતી.પ્રદીપ શર્માએ કરેલી જામીન અરજીના જવાબમાં આ સનસનાટીભર્યો ખુલાસો એનઆઈએએ કર્યો હતો.હાઈ કોર્ટે આ બાબતની સુનાવણી ૧૭ જુલાઈ પર રાખી છે.ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માની જૂન ૨૦૨૧માં થયેલી ધરપકડ બાદ અનેઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે બે આરોપી સંતોષ શેલાર અને અનાંદ જાધવે વેપારીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.ચાર જણની ટીમે લાલ રંગની તવેરા કારમાં હિરેણનું ગળું ઘોંટીને હત્યા કરી હતી અને કામ પૂરું થયા બાદમા ંપ્રદીપ શર્મા અને સચિન વાઝેને જાણ કરી હતી.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતગણતરીની તારીખને લઈને ચુંટણી પંચ,રાજ્ય સરકારને હાઈકોર્ટે ફટકારી નોટીસ
હિટ એન્ડ રન ઃ જેતલપુર પાસે આધેડને કચડી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
અકસ્માત:રાજકોટમાં BMW કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બાઇકને ઉલાળ્યું,કોર્પોરેશનના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
આ દેખેં ઝરા, કિસ મેં કિતના હૈ દમ : આજે દશેરા રેલીમાં શિવસેનાના બે જૂથોનું પાણી મપાશે
ECના ઓફિસરો પર હત્યાનો કેસ દાખલ થવો જોઇએ, રેલીઓની પરવાનગી આપવા પર હાઈકોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓ બે સપ્તાહમાં જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Next Article ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓ અંગે વહેલી તકે સ્પષ્ટતા કરવા વાલીઓની માગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up