મુંબઈ : પત્રકાર સાથે ૨૦૧૯માં કથિત ગેરવર્તન કરવા સંબંધે નીચલી કોર્ટે અભિનેતા સલમાન ખાનને આપેલા સમન્સ પર બોમ્બે હાઈ કોર્ટે આપેલી સ્થગિતીને ૧૩ જૂન સુધી લંબાવી છે.મેજિસ્ટ્રેટ કોર્ટે માર્ચમાં ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ સામે સમન્સ જારી કરીને તેમને પાંચમી એપ્રિલે હાજર રહેવા જણાવ્યું હતું.પત્રકાર અશોક પાંડેએ કરેલી ફરિયાદ પર બંનેને સમન્સ બજાવાયા હતા.પાંડેએ આરોપ કર્યો હતો કે તેને ધમકી આપીને મારપીટ કરવામાં આવી હતી.ખાને હાઈ કોર્ટમાં સમન્સ સામે અપીલ કરી હતી અને પાંચ એપ્રિલે કોર્ટે પાંચ મે સુધી સમન્સ પર સ્ટે આપ્યો હતો.ખાનના બોડીગાર્ડે પણ સમન્સને પડકારતી અરજી કરી હતી.ગુરુવારે બંને અરજીની સુનાવણી સિંગલ બેન્ચના ન્યા.જામદાર સામે થઈ હતી.કોર્ટે બંનેને સમન્સ પર સ્થગિતિ ૧૩ જૂન સુધી લંબાવી હતી.પાંડેએ આરોપ કર્યો હતો કે એપ્રિલ ૨૦૧૯માં ખાન સાઈકલ પર નીકળ્યો હતો ત્યારે તેનું વિડિયો શૂટિંગ કરતી વખતે ખાન અને તેના બોડીગાર્ડે તેને ગાળાગાળી કરીને મારપીટ કરી હતી.મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ૨૩ માર્ચના રોજ ખાન અને શેખ સામે સમન્સ જારી કરીને નોઁધ્યું હતું કે આ બાબતે પોલીસ રિપોર્ટ જોતાં આરોપીઓ સામે કેસ બને છે.પાંડેએ આરોપ કર્યો હતો કે ખાને તેનો મોબાઈલ આંચકી લીધો હતો.ા


