બારડોલી : મળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાના પોલીસ માણસો સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃતી શોધી કાઢવા બાબતે કોસંબા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી સુરત ગ્રામ્યના અ.હે.કો અનિલભાઇ રામજીભાઇ તથા આ.પો.કો દિપકભાઇ વસરામભાઇ નાઓને સયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે “ મૌજે લીંડયાત ગામે કોલોની ફળીયામાં રહેતો વિરલભાઇ ધનસુખભાઇ વસાવા નાનો પોતાના ઇકોકાર GJ19 BA 2899 મા વિદેશી દારૂનો જથ્થો ભરી લીંડયાત ગામે વસાવા ફળીયામા તેના માણસ સાથે સગેવગે કરી રહેલ છે .
તેવી ચોક્કસ આધારે પોલીસે બાતમીવાળી જગ્યા એ જઇ તપાસ કરતાં પોલીસ ને સ્થળ પરથી ઇકો કાર નં . GJ19 BA 2899 માં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતાં પોલીસને જોઇ ઇકો ગાડી મુકીને નાશી ગયો હતો જેથી ઇકો ગાડીમાં તપાસ કરતાં 84 નંગ વિદશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે 28,800ની કિંમતનો વિદેશી દારૂ 3 લાખની કિંમતની ઇકો કાર કબ્જે લઈ વિરલ વસાવા સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસા માટે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો તો બીજા બનાવમાં એ.એસ.આઇ. મુકેશભાઇ જયદેવભાઇ તથા અ.હે.કો કાર્તિક્મીરી ચેતનગીરી નાઓને સયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે “ એક સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી નં . GJ – 26 – A – 3979 ની અંદર ઇંગ્લીશ દારુનો જથ્થો ભરેલ છે અને અને તેનો ચાલક તથા તેની સાથેના ઇસમો ઇંગ્લીશ દારુનો જથ્થો લીંડીયાત ગામની સીમમા આવેલ તળાવની બાજુમા વેચાણભાઇ બુધીયાભાઇ નાઓના ખેતરની બાજુમા સગેવગે કરવાની પેરવીમા છે .. તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેના આધારે બાતમીવાળી જગ્યા એ જઇ તપાસ કરતાં સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં . GJ – 26 – A – 3979 માં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતાં પોલીસને જોઇ સ્વીફટ ડિઝાયર ગાડી મુકીને નાશી ગયેલ જેથી સ્વીફટ ડિઝાયર ગાડીમાં તપાસ 132 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 36 હજારની કિંમતનો વિદેશી દારૂ તેમજ 2 લાખની કિંમતની કાર મળી તમામ મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી સ્વીફટ ડિઝાયર ચાલક તથા તેની સાથેના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે કોસંબા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો


