અમદાવાદ, ગુરુવાર, 5 મે,2022 : અમદાવાદમા વાસણાના ધરણીધર વિસ્તારમાં બી.એમ.ડબ્લ્યુ કારમાં ગુરુવારે રાત્રે ૮.૪૫ના સુમારે અગમ્યકારણસર આગ લાગતા ફાયર ફાઈટર સાથે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.ફાયર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,પાર્ક કરેલી કારમાં કયા કારણસર આગ લાગી એ અંગે કારણ જાણવા મળ્યુ નથી.પોલીસને પણ આ બનાવ મામલે જાણ કરાઈ છે.કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર સૂત્રોનું કહેવું છે.


