આસામ,તા. 06 મે 2022, શુક્રવાર : આસામના શિવસાગર જિલ્લામાં એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની વાહવાહી થઇ રહી છે.આ ઘટના નૌગાંવ પોલીસ સ્ટેશનની છે,જ્યાં પોસ્ટેડ મહિલા સબ-ઇન્સ્પેક્ટર જોનમાઇ રાભાએ છેતરપિંડીના કેસમાં તેના પોતાના મંગેતર રાણા પગાગની ધરપકડ કરી છે.મહિલા સબ ઈન્સ્પેક્ટરે લગ્નના થોડા મહિના પહેલા જ તેના ભાવિ પતિની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
એવુ તો શું કર્યું મંગેતરે?
અહેવાલો અનુસાર, જોનમાઈના મંગેતર રાણાએ ઓઈલ ઈન્ડિયા લિમિટેડના પીઆર ઓફિસર તરીકે પોતાની ઓળખ બનાવટી બનાવી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં (ONGC) નોકરી આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરી હતી.આરોપી રાણા પગાગે લોકોને પોતાનો ખોટો પરિચય આપીને તેમને ખોટી નોકરી આપવાનું બહાનું આપ્યુ હતુ, અને લોકો પાસેથી મોટી મોટી રકમ પણ પડાવતો હતો.જેથી આસામના નગાંવ જિલ્લામાં તૈનાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે છેતરપિંડીમાં સંડોવાયેલા તેના મંગેતર વિરુદ્ધ FIR નોંધી અને તેની ધરપકડ કરી હતી.
બંનેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં થોડા મહિના પહેલા જ સગાઈ કરી હતી.આ કપલને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.આરોપીઓએ ચતુરાઈથી સબ ઈન્સ્પેક્ટરને પણ પોતાની જાળમાં ફસાવી દીધો હતો.આરોપી જાન્યુઆરી 2021માં સબ-ઇન્સ્પેક્ટર જોનમાઇને મળ્યો હતો,જ્યારે તેણી માજુલીમાં પોસ્ટેડ હતી અને મહિલા પોલીસને પોતાના પ્રેમમાં ફસાવી હતી.થોડા મહિનાઓ પછી આ બંનેએ તેમના પરિવારના આશીર્વાદ સાથે સગાઈ કરી લીધી.
મીડિયા અહેવાલો અનુસાર, નૌગાંવમાં પોસ્ટ કર્યા પછી, જોનમાઈને તેના મંગેતર રાણા પર શંકા હતી કે, તેની પાસે નોકરી નથી. તેમણે મીડિયાને કહ્યું- ‘તેની પાસે દેખીતી રીતે કોઈ નોકરી નથી,પરંતુ તે ખોટુમ બોલીને સગાઇ કરી હતી.આટલું જ નહી યુવકે પોતે સિલચરમાં તે નોકરી કરવા માંગતો નથી જ્યાં તેની બદલી કરવામાં આવી છે.કારણ કે, તે તેનાથી દૂર રહેવા માંગતો નથી.

