અભિનેતા જોની ડેપ સામે પૂર્વપત્ની અંબર હર્ડે ગંભીર આરોપો લગાવ્યા હતા.કોર્ટમાં સુનાવણી દરમિયાન અંબરે કહ્યું હતું કે જોની ડેપ તેના પર શારીરિત-માનસિક ત્રાસ આપતો હતો, એટલું જ નહીં, દારુની બોટલથી જાતીય સતામણી પણ કરતો હતો.નશાની હાલતમાં અસંખ્ય વખત મારપીટ કરતો હતો.અભિનેત્રી અંબર હર્ડે તેના પૂર્વપતિ જોની ડેપ સામે ગંભીર આરોપો મૂકતા કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે જોની ડેપે ૨૦૧૫માં લગ્નના એક મહિના પછી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું.સતત દારુ પીવાની આદત ધરાવતા જોની ડેપને અંબરે અટકાવ્યો ત્યારે જોનીએ બોટલ તોડી નાખી હતી અને તેને નાક તેમ જ ચહેરાના ભાગે ઈજા પહોંચાડી હતી.અંબરે દાવો કર્યો હતો કે એક વખત જોનીએ દારુની બોટલ તેના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસાડી દીધી હતી અને બોટલથી તેનું જાતીય શોષણ કર્યું હતું.અંબરના નિવેદન પ્રમાણે જોની ડેપ તેના ઈનકાર છતાં બળજબરીથી જાતીય સંબંધો બનાવતો હતો.
પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન સીરિઝના અભિનેતા જોની ડેપ અને અભિનેત્રી અંબર હર્ટનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.૨૦૧૮માં અંબર હર્ડે એક અખબારમાં લેખ લખીને દાવો કર્યો હતો કે જોની ડેપે તેની સાથે ઘરેલું હિંસા કરી છે.લગ્નજીવન દરમિયાન મારપીટ કરી હતી.એ પછી જોની ડેપે અંબર સામે પાંચ કરોડ ડોલરનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.અંબરે પણ વળતો ૧૦ કરોડ ડોલરનો માનહાનિનો કેસ કર્યો છે.આ કેસની સુનાવણી થઈ હતી અને એ દરમિયાન અંબરે નિવેદન આપ્યું હતું.તે પહેલાં જોની ડેપે નિવેદન આપતા કહ્યું હતું કે અંબરે દારૃની બોટલથી તેના ઉપર હુમલો કર્યો હતો અને તેને ઈજા પહોંચાડી હતી.અભિનેતા જોની ડેપ અને અંબર હર્ડના ૨૦૧૫માં લગ્ન થયા હતા. ૨૦૧૭માં બંનેએ ડિવોર્સ કર્યા હતા. ૨૦૧૮થી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
જોનીએ પ્રાઈવેટ પાર્ટમાં બોટલ ઘૂસાડીને ત્રાસ આપ્યો હતોઃ પૂર્વપત્ની અંબર હર્ડનો આરોપ

Leave a Comment

