By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાંચ વર્ષ પહેલા ૪૫૦ કરોડના રોડ તુટવાના કૌભાંડની તપાસ હજુ અધુરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પાંચ વર્ષ પહેલા ૪૫૦ કરોડના રોડ તુટવાના કૌભાંડની તપાસ હજુ અધુરી
AhmedabadGeneral

પાંચ વર્ષ પહેલા ૪૫૦ કરોડના રોડ તુટવાના કૌભાંડની તપાસ હજુ અધુરી

HM News
Last updated: 07/05/2022 5:15 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,શુક્રવાર, 6 મે,2022 : પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રોડ તુટવા અને ડુપ્લીકેટ બિલનું ૪૫૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યુ હતું.આ કૌભાંડને પગલે મ્યુનિ.ના સાત એડીશનલ ઈજનેર સહિત કુલ ૮૪ અધિકારીઓ સામે શરુ કરાયેલી તપાસ હજુ અધુરી છે.વિપક્ષનેતાએ મ્યુનિ.તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ ઉપર મહેરબાન હોવાનો આક્ષેપ કર્યો છે.વર્ષ-૨૦૧૭માં રોડ તુટવા અને બીટુમીનના ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ કોન્ટ્રાકટરો જે.આર.અગ્રવાલ,જી.પી.સી.ઈન્ફ્રા પ્રા.લી.અને આકાશ ઈન્ફ્રા.પ્રા.લી.ને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા.અન્ય ચાર કોન્ટ્રાકટરો સામે ગંભીર આરોપ હોવા છતાં તેમની પાસેથી નામ પુરતી રીકવરી કરી બ્લેકલિસ્ટ કર્યા વગર છોડી મુકાયા હતા.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ, આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિ.ના સાત એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ૮૪થી વધુ અધિકારીઓ સામે પગલા લેવાયા નથી.આ તપાસ કયારે પુરી થશે એ સવાલ છે.મ્યુનિ.દ્વારા કોઈ એક કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તો તેના પ્રોપરાયટર કમ કોન્ટ્રાકટર બીજા નામે કામ મેળવી લે છે.આ કારણથી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાનો હેતુ સાર્થક થતો નથી.

ચલણી નોટ છાપતી પેપરમિલનું બોગસ સર્ટિફિકેટ મુકાયુ છતાં કંપનીને બ્લેક લિસ્ટ ન કરાઈ.મ્યુનિ.ની ગત ટર્મમાં વાસણા ખાતે બે પમ્પિંગ સ્ટેશનના ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સના ૨.૧૦ કરોડ અને ૪.૬૬ કરોડના ટેન્ડર મેળવવા ઈન્ટર્નલ ઈ મેક નામની કંપનીએ કામ મેળવવા મધ્યપ્રદેશમાં આવેલી અને દેશની ચલણી નોટ છાપતી પેપર મિલનું અનુભવનું બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું.રજૂ કરાયેલુ સર્ટિફિકેટ બોગસ હોવાનું પુરવાર થતા ટેન્ડર રદ કરાયુ હતું પરંતુ કંપનીને બ્લેક લિસ્ટ કરવાના બદલે ફાઈલ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.દોઢ દાયકામાં ૧૧૨ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરાયા છે પણ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થતી ન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

ચેન્નાઈ સામેના વિજય સાથે ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર-વનમાં નિશ્ચિત
એરફોર્સ ઓફિસરની દીકરી મિતાલીની બેટિંગમાં ગજબની શિસ્ત હતી
સુરતમાં મેટાસ સ્કૂલ એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતાં મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો
પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય તો તેની બદલી કરવી અયોગ્ય : ગુજરાત હાઇકોર્ટે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પાટીદારો કરતાં OBCને વધારે ટિકિટ આપી, બ્રાહ્મ-વાણિયાઓનો હજુ દબદબો….
Share This Article
Facebook Email Print
Previous Article સત્તાધીશોએ કરેલો દાવો,અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં ૨૬,૯૮૭ કેચપીટ પહેલા રાઉન્ડમાં સાફ કરી દેવાઈ
Next Article ઓઢવમાં મોપેડ સ્લીપ થતા યુવકનું અને વસ્ત્રાલમાં ટ્રકની ટક્કરથી યુવાનનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up