By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અફઘાનિસ્તાનમાં મહિલાઓને પગથી માથા સુધી બુરખો પહેરવાનું તાલિબાની ફરમાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અફઘાનિસ્તાનમાં મહિલાઓને પગથી માથા સુધી બુરખો પહેરવાનું તાલિબાની ફરમાન
GeneralInternational

અફઘાનિસ્તાનમાં મહિલાઓને પગથી માથા સુધી બુરખો પહેરવાનું તાલિબાની ફરમાન

HM News
Last updated: 09/05/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનમાં તાલિબાની નેતાઓએ અસલી રંગ બતાવ્યો છે.તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુંદજાદાએ ફરમાન છોડયું છે કે મહિલાઓ બહાર નીકળે ત્યારે પગથી માથા સુધી બુરફો પહેરીને નીકળે અને ઈસ્લામની પરંપરાનું પાલન કરે.આ આદેશનું પાલન ન કરનારી મહિલાના પતિને કે પિતાને સજા ફટકારવામાં આવશે.તાલિબાનના પ્રમુખ હિબતુલ્લા અખુંદજાદાના આદેશ પછી કાબુલમાં તાલિબાન સરકારી અધિકારીઓએ આદેશ જારી કર્યો છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓએ પગથી માથા સુધીનો બુરખો પહેરવો ફરજિયાત છે.આખું શરીર ઢાંકે એવો ચદોરી પ્રકારનો બુરખો પહેર્યા વગર મહિલાઓ બહાર નીકળી શકશે નહીં.આદેશનું પાલન ન કરનારી મહિલાઓના પતિ કે પિતાને સજા થશે એવી પણ તાલિબાને જાહેરાત કરી છે.તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું તે પછી મુસ્લિમ યુવતીઓને સ્વતંત્રતા આપવાની વાતો કરી હતી.સમય પ્રમાણે પરિવર્તન લાવવામાં આવશે અને કન્યા કેળવણી તરફ ધ્યાન અપાશે એવું પણ કહેવાયું હતું.દુનિયાને દેખાડવા ખાતર મોર્ડન થવાની વાત કરનારા તાલિબાની નેતાઓએ હવે અસલી રંગ બતાવ્યો છે.પહેલાં છોકરા-છોકરીને એક જ શાળામાં ન ભણવાની તાકીદ કરી હતી. મહિલાઓએ એકલાં બહાર ન નીકળવાનો આદેશ અગાઉ આપ્યો હતો. થોડા સમય પહેલાં મહિલાઓને ડ્રાઈવિંગ લાઈસન્સ ન આપવાની પણ જાહેરાત થઈ હતી. પતિ-પિતા કે ભાઈની સાથે જ મહિલાઓ બહાર નીકળે તેવું ફરમાન થયા પછી હવે મહિલાઓને પગથી માથા સુધી ઢંકાય એવા કપડાં પહેરીને જ બહાર નીકળવાનું નવું ફરમાન જારી થયું છે.

તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લા અખુંદજાદાના આદેશ પછી કાબુલમાં સરકારી અધિકારીઓએ નવું ફરમાન જાહેર કર્યું હતું.હિબતુલ્લાએ કહ્યું હતું ઈસ્લામની પરંપરાનું પાલન કરીને મહિલાઓ ચદોરી પ્રકારનો આખો બુરખો પહેરે તે યોગ્ય છે.તાલિબાન સરકારના ધાર્મિક વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે જે મહિલાઓ આ નવા આદેશનું પાલન નહીં કરે તેના પતિ-પિતા કે ભાઈને સરકારી નોકરીમાંથી બરતરફ કરાશે.જો વારંવાર આવું થશે તો તેમને જેલ પણ થઈ શકે છે.સૌથી આદર્શ પોશાક વાદળી રંગનો બુરખો હોવાનું પણ કહેવાયું હતું.
અગાઉ પણ તાલિબાની સરકારે બનાવેલી ધાર્મિક પોલીસે અફઘાનિસ્તાનના શહેરોમાં મહિલાઓને બુરખો પહેરવાના પોસ્ટર્સ લગાવ્યા હતા.૧૯૯૬થી ૨૦૦૧ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ હતું.એ વખતે પણ મહિલાઓની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ હતી.તે વખતે પણ તાલિબાની સરકારે બુરખો ફરજિયાત કર્યો હતો.

વડાપ્રધાનની ઓફિસથી કોન્સ્ટેબલની ટ્રાન્સફર માટે કોઇએ ફોન કર્યો: CBIએ FIR દાખલ કરી
સુરતમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : વીડિયો વાઈરલ
રાજ્યના DGP આશિષ ભાટિયાને ભુપેન્દ્ર પટેલ સરકારે આઠ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું
સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી
કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ આજે ​​સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટિશ રોકાણકારના એકાઉન્ટમાં અચાનક ૨૫ કરોડ જમા થઈ ગયા
Next Article ક્યૂબાની હોટેલમાં ગેસ લિક થતાં ભયાનક વિસ્ફોટઃ ૨૨નાં મોત, ૭૪ને ઈજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up