By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુમ્બ્રામાં દરોડા વખતે મળેલા રૃા.30 કરોડમાંથી પોલીસે 6 કરોડ રૃપિયા ચાઉં કર્યા હોવાનો આરોપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુમ્બ્રામાં દરોડા વખતે મળેલા રૃા.30 કરોડમાંથી પોલીસે 6 કરોડ રૃપિયા ચાઉં કર્યા હોવાનો આરોપ
GeneralMumbai

મુમ્બ્રામાં દરોડા વખતે મળેલા રૃા.30 કરોડમાંથી પોલીસે 6 કરોડ રૃપિયા ચાઉં કર્યા હોવાનો આરોપ

HM News
Last updated: 11/05/2022 4:18 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : મુમ્બ્રામાં એક ઘરમાં છાપા દરમિયાન મળેલા ૩૦ કરોડ રૃપિયામાંથી પોલીસે ૬ કરોડ રૃપિયા તફડાવી લીધા હોવાનો આરોપ કરાતા સનસનાટી ફેલાઈ ગઇ છે.વસૂલીનો આરોપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.આ બાબતે પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રકરણે સીસીટીવી ફૂટેજની પણ તપાસણી થઇ રહી છે.

મુમ્બ્રા સ્થિત બૉમ્બે કોલોનીમાં એક શખસના ઘરે ૧૨ એપ્રિલના રાતે મુમ્બ્રા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ સાથે છાપો માર્યો હતો.દરમિયાન ઘરમાં ૩૦ કરોડ રૃપિયા મળી આવ્યાહતા.તેઓ આ પૈસા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.આ શખસને પોલીસે ધમકી આપી હતી.તેને અમૂક રકમ આપવાની માગણી પોલીસે કરી હતી.આથી પોલીસના દબાણને લીધે તે બે કરોડ રૃપિયા આપવા તૈયાર થઇ ગયોહતો.બાદમાં પોલીસે તેને ૨૪ કરોડ રૃપિયા જ પાછા આપ્યા હતા.

પોલીસે છ કરોડ રૃપિયા તફડાવી લીધા હતા.આ શખસે આટલી રકમ લઇ લેવા બદલ પોલીસને સવાલ પૂછ્યો હતો ત્યારે પોલીસે તેને ધક્કે ચઢાવી બહાર કાઢી મૂક્યો હોવાનો પત્રમાં આરોપ કરાયો હતો.છ કરોડ રૃપિયાની લૂંટ બદલ સંબંધિત પોલીસ અને અન્ય સામે કેસ નોંધવાની માગણી કરવામાં આવી હતી.આ રકમને લઇન પોલીસ અને અન્ય એક વ્યક્તિ વચ્ચે વિવાદ પણ થયોહોવાનું કહેવાય છે.

થાણેના સિનિયર પોલીસ ઓફિસર આ મામલાની તપાસ શરૃ કરી છે.મુમ્બ્રા પોલીસ સ્ટેશનની સીસીટીવી ફૂટેજની પણ તપાસણી થઇ રહી છે.આ પત્ર અને એમાં કરાયેલા આરોપ સત્ય છે કે કેમ એની તપાસ થઇ રહી છે.પોલીસ તપાસમાં દોષી પુરવાર થશે તો સંબંધિત વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે એમ થાણેના સિનિયર પોલીસ અધિકારીએ કહ્યુ ંહતું.

યુએમ રોડ પર ફ્લેટનો દરવાજા લોક થઈ જતા યુવક ફસાયો
દુનિયામાં કોરોનાથી ૬૨ લાખ નહીં, દોઢ કરોડનાં મોત થયાઃ ડબલ્યુએચઓ
ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2021 સુધીમાં ત્રણ લાખ કરોડની સપાટીએ હોવાની ધારણા
આમ આદમીની પાર્ટીને કોનો ડર? પત્રકારો પાસે પણ આઇકાર્ડ આપ્યા બાદ જ આપે છે પ્રવેશ
સુરત : પોતાના ફોટા પર ‘ઓમ શાંતિ’, ‘Rest In Peace’ લખી વેપારીએ કર્યો આપઘાત
Share This Article
Facebook Email Print
Previous Article 2 વર્ષ બાદ સામાન્ય જનતા માટે મંત્રાલયના દ્વાર ખુલ્લા
Next Article ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની અનિલ દેશમુખની અરજી પર 13મીએ ચુકાદો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up