By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાલોડ તાલુકા પંચાયતમાં ખૂની ખેલ, મહિલા કર્મચારીને તેના પતિએ જીવતી સળગાવ્યા બાદ પોતે પણ સળગ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાલોડ તાલુકા પંચાયતમાં ખૂની ખેલ, મહિલા કર્મચારીને તેના પતિએ જીવતી સળગાવ્યા બાદ પોતે પણ સળગ્યો
GeneralSouth Gujarat

વાલોડ તાલુકા પંચાયતમાં ખૂની ખેલ, મહિલા કર્મચારીને તેના પતિએ જીવતી સળગાવ્યા બાદ પોતે પણ સળગ્યો

HM News
Last updated: 11/05/2022 4:39 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં કાળજું કંપવાનારી ઘટના સામે આવી છે.તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં કામ કરતી મહિલા ઓપરેટરને તેના પતિએ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધા બાદ પોતે પણ સળગીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.ઘટનામાં બંનેના મોત થતા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતો અમિત અનિલ પટેલ (ઉ.વર્ષ 41) ઉચ્છલ તાલુકાના ગવાણ ગામે શિક્ષક તરીકે નોકરી કરતો હતો જ્યારે તેની પત્ની મયુરિકા પટેલ(ગામીત) ઉ.વર્ષ 41 વાલોડ તાલુકા પંચાયતમાં આવેલી મનરેગા ઓફિસમાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. મંગળવારે બપોરના સમયે અમિત મયુરીની ઓફિસમાં પહોંચ્યો હતો અને તેના પર જ્વલનશીલ પ્રવાહી ફેંકી આગ લગાવી દીધી હતી.ત્યરબાદ તે જાતે પણ સળગી ગયો હતો. ગંભીર રીતે દાઝી જતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા.ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને પતિપત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર અમિત તેની પત્ની મયુરિકાના ચારિત્ર પર શંકા કરતો હતો અને આને લઈને જ તે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ થતો આવ્યો હતો.આ જ કારણથી અમિતે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.હાલ પોલીસે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે મૃતક અમિત અનિલ પટેલની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચૂંટણીમાં પરિવાર વચ્ચે જંગ : પિતા-પુત્રી, સસરા-જમાઈ આમને સામને, ક્યાં થઈ રહી છે રસપ્રદ ઘટના
રિલાયન્સ $1.5 અબજની વિદેશી લોન મેળવશે
બળવાખોરો રુબરુ આવીને માંગે તો હું રાજીનામું આપવા તૈયારઃ ઉદ્ધવ
જામનગરના દરેડ ગામે સરકારી ખરાબાની જમીનના દબાણકારોએ રાજ્યમંત્રીની મદદ માંગી
આ વખતે ગુજરાતમાં બટાટાનું વાવેતર તમામ વિક્રમ તોડી નાંખશે, આ છે કારણ
Share This Article
Facebook Email Print
Previous Article ચીખલી સબ ડિસ્ટ્રીક હોસ્પિટલના કેમ્પસમાં જન ઔષધિ કેન્દ્રનું નવું મકાન તૈયાર થયાને લાંબો સમય વીતવા છતાં શોભાના ગાઠીયા સમાન
Next Article દબાણ હટાવો ઝુંબેશ: પીળા પટ્ટાની અંદર જ રહેવા સૂચના, બહાર નીકળશો તો થશે કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up