ઝઘડો કરતા યુવકોને છોડાવવા વચ્ચે પડનાર યુવાન પર ચપ્પુથી હુમલો

297

વડોદરા,બરાનપુરા કેમ્બે શો મિલ પાસે ઝઘડો કરતા બે યુવકોને છોડાવવા પડેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.સામસામે થયેલી મારામારીમાં ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.ગાજરાવાડી શિયારામનગરમાં રહેતા અમન આનંદભાઇ ચુનારાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,બરાનપુરા કેમ્બે શો મિલની બાજુમાં રહેતો અભય કમલેશ ચુનારા અન્ય એક વ્યક્તિ સાથે ઝઘડો કરતો હતો.તેમજ ગાળો બોલતો હતો.જેથી, હું છોડાવવા પડયો હતો.જેથી,ઉશ્કેરાયેલા અભયે ચપ્પુ વડે હુમલો કરી ડાબા પગના થાપા પર ઇજા કરી હતી.આરોપીએ અન્ય બે વ્યક્તિઓ પર પણ ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.અભયના પિતા કમલેશભાઇ પાઇપ લઇને હુમલો કરવા ધસી આવ્યા હતા.

જ્યારે સામા પક્ષે અભય ચુનારાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમન અને આદિત્ય ચુનારાએ ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.નવાપુરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now