By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: GST સર્ચ : લકઝરિયસ આઇટમના બિલો રજૂ કરાયા ન કરતા દમણના મૂન સ્ટાર હાઉસ ફૂટવેરમાંથી 11 કરોડની કરચોરી ઝડપાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > GST સર્ચ : લકઝરિયસ આઇટમના બિલો રજૂ કરાયા ન કરતા દમણના મૂન સ્ટાર હાઉસ ફૂટવેરમાંથી 11 કરોડની કરચોરી ઝડપાઇ
GeneralSouth Gujarat

GST સર્ચ : લકઝરિયસ આઇટમના બિલો રજૂ કરાયા ન કરતા દમણના મૂન સ્ટાર હાઉસ ફૂટવેરમાંથી 11 કરોડની કરચોરી ઝડપાઇ

HM News
Last updated: 12/05/2022 9:02 AM
HM News
3 years ago
Share
SHARE

દમણ : દમણના સીફેઝ માર્ગ ઉપર આવેલી અને વિદેશી આઇટમનું વેચાણ કરતી મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અને ફૂટવેરમાં જીએસટી વિભાગ દ્વારા શુક્રવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ સર્ચ દરમિયાન બ્રાન્ડેડ અને મોંધીદાટ વસ્તુની ખરીદી અને વેચાણના કોઇપણ જાતના બિલો મળી આવ્યા ન હતા.આ બંને ફર્મમાંથી અંદાજે 11 કરોડની કરચોરી કરાઇ હોવાની આશંકાએ વધુ તપાસ કરીને બિલ અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ અને દીવના એડમિનિસ્ટ્રેશનના જીએસટી વિભાગ દ્વારા શુક્રવારે રાત્રિએ મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અને મૂન સ્ટાર ફૂટવેર નામક બે દુકાનોના પરિસરમાં જીએસટી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સર્ચ હાથ ધરાયું હતું. નાઝીમા ઝહીર અબ્બાસ મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશનના માલિક છે અને ઝહીર અબ્બાસ ઈસ્માઈલ માંજરા મેસર્સ મૂન સ્ટાર ફૂટવેરના માલિક છે.સર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અનરજિસ્ટર્ડ જગ્યા (એટલે કે અન્ય દુકાનમાંથી) અને તે દુકાનમાંથી પણ ધંધો કરે છે.જીએસટી નોંધણી પ્રમાણપત્રમાં વ્યવસાયના વધારાના સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું ન હતું.

આ જ મોડસ ઓપરેન્ડી મેસર્સ મૂન સ્ટાર ફૂટવેર દ્વારા પણ અપનાવવામાં આવી હતી.ડીલરો વસ્તુઓના વેચાણમાં સામેલ કપડાં,ઘડિયાળો,કોસ્મેટિક વસ્તુઓ,રમકડાં,બેગ,સનગ્લાસ,ફૂટવેર,હેલ્મેટ વગેરે મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશનના શોપમાંથી 10 કરોડથી વધુની કિંમતની 11465 વસ્તુઓ મળી હતી જેના કોઇ પુરાવા મળ્યા નથી.આ ઉપરાંત મૂન સ્ટાર ફૂટવેરના પરિસરમાંથી 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની 4689 વસ્તુઓ બંને કરદાતાઓ ખરીદીના બિલ રજૂ કરી શક્યા ન હતા.મોટાભાગની વસ્તુઓ ઘડિયાળો,પગરખાં,અત્તર જેવી ઘણી લક્ઝરીયસ અને બ્રાન્ડેડ વસ્તુઓ પણ મળી આવી હતી. તે પણ બિલ વગરની હતી.

બંને કરદાતાઓ હિસાબની ચોપડીઓ જાળવતા ન હતા. (સેલ્સ રજિસ્ટર, પરચેઝ રજિસ્ટર, સ્ટોક વિગેરે હિસાબની ચોપડીઓ હતી તે પણ રાખવામાં આવી ન હતી.આમ CGST એક્ટ, 2017 ની કલમ 35 નું ઉલ્લંઘન કરવમાં આવ્યું છે.જીએસટી એક્ટની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન બંને ડીલરો દ્વારા તમામ જગ્યાઓમાં કરવામાં આવ્યું છે.ડીલરો દ્વારા મોટી કરચોરી કરવામાં આવી હોવાનુ઼ સર્ચમાં બહાર આવ્યું છે.તદનુસાર પેનલ્ટી અને વ્યાજ સહિતની ટેક્સ ડિમાન્ડ તૈયાર કરવામાં આવી રહી છે.ટૂંક સમયમાં ડીલરોને મોકલવામાં આવશે.

છેલ્લા 5 વર્ષમાં કરચોરીની રકમની ગણતરી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.ડીલરોને તમામ હિસાબોની ચોપડી જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. 01.07.2017 થી અત્યાર સુધીના સમયગાળા માટે ખરીદી ઇન્વૉઇસ,સ્ટોક રજિસ્ટર,ખરીદી અને વેચાણ રજિસ્ટર,પાર્ટીવાઈઝ લેજર્સની વિગતવાર માહિતી,રિટર્નની ચકાસણી,ઇનપુટ ટેક્સ ક્રેડિટ મિસમેચ ડીલરો દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવશે અને ત્યારબાદ ટેક્સની માંગણ એ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

લો બોલો ! નેત્રંગ સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર, અંતિમ સંસ્કાર અટકી પડ્યા
પ્રેમમાં દગો મળતા યુવકે ખોલી ચાની દુકાન ,પ્રેમિકાના નામ પરથી નામ રાખ્યું ‘ M બેવફા ચા વાળો ‘
વિશ્વના ૧૯૫ દેશ કોરોનાના સકંજામાં : સ્થિતિ હજુ બેકાબુ
PM મોદી અંગે અભદ્ર ટીપ્પણી કરનારા સત્યપાલ મલિકે વિવાદ સર્જાતા ફેરવી તોળ્યું
પેટ્રોલિયમ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની તંગી અંગે કરી સ્પષ્ટતા
Share This Article
Facebook Email Print
Previous Article વસીમ બિલ્લા મર્ડર કેસ : વસીમના નાના ભાઈની પત્નીની પોલીસ ફરિયાદ, રૂ. 15 કરોડના સમાધાન મામલે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
Next Article દાનહ આદિવાસી વિકાસ સંગઠને 3 ટન અનાજ રાજસ્થાન મોકલાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up