મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા સ્થિર થઇ, પણ કાળજી રાખવી જરૃરી

133

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા સ્થિર થઇ હોવાનું ચિત્ર દેખાય છે.રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૩૧ દરદી નોંધાયા હતા.અને એક દરદીનું મોત થયું છે.જ્યારે કોરોનાના ૨૦૮ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા.રાજ્યમાં કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ ૯૮-૧૧ ટકા સુધી પહોંચ્યું છે.રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રીય ૧૪૩૪ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

જ્યારે મુંબઇમાં આજે કોરોનાના ૧૩૯ કેસ છે.અને એકપણ દરદીનું મોત થયું નથી.જ્યારે કોરોનાના ૧૩૦ દરદી કોરોનાથી મુક્ત થયા હતા.હાલમાં શહેરમાં કોરોનાના સક્રીય ૮૬૦ કેસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Share Now