રાહુલ ભટ્ટની પાંચ વર્ષની દીકરી ગૂંજને તેના કોમળ હાથોથી દાદા બિટ્ટાજી ભટ્ટના આંસુ લૂછતા કહ્યું હતું કે દાદા હવે ન રડો.પાંચ વર્ષની ગૂંજનને તો ખબર જ પડી ન હતી કે બધા આટલું આક્રંદ કેમ કરે છે.તેણે દાદાને પૂછ્યું હતુંઃ પપ્પા ક્યારે આવશે? દાદા પાસે રૃદન સિવાય બીજો કોઈ જવાબ ન હતો.રાહુલ ભટ્ટના પરિવારનું આક્રંદ થમતું ન હતું.કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટના પિતા બિટ્ટાજી ભટ્ટ જુવાનજોધ દીકરાની હત્યાના સમાચાર પછી ચોધાર આંસુએ રડયા હતા.બિટ્ટાજીએ કહ્યું હતું કે જે દીકરો મારા બૂઢાપાનો સહારો હતો એના જ મારે અંતિમસંસ્કાર કરવા પડશે એવી તો ક્યારેક કલ્પના કરી ન હતી.દાદાને વિલાપ કરતા જોઈને રાહુલ ભટ્ટની પાંચ વર્ષની દીકરી ગૂંજન દાદા પાસે આવી હતી અને દાદાની આંખોમાંથી આંસુ લૂછતા બોલી હતીઃ દાદા મત રો. દીકરીએ દાદાને પૂછ્યું હતું કે પપ્પા ક્યારે આવશે? એ સવાલો સાંભળીને બધા જ સ્વજનો હિબકે ચડયા હતા.
રાહુલની પત્ની મીનાક્ષી વારંવાર બેભાન થઈ જતી હતી.મીનાક્ષીએ વિલાપ કરતા સરકારને રજૂઆત કરી હતી કે મારા પતિના હત્યાઓને ઢસડી-ઢસડીને મૃત્યુદંડ આપો. મારે બીજું કશું નથી જોઈતું.મને ન્યાય આપો. રાહુલને બડગામમાં અનોખું સન્માન મળતું હતું. લોકો કહેતા હતા કે રાહુલ બડગામની શાન છે.હસમુખા અને સદા આનંદ મિજાજી રાહુલે કોઈનું કશું બગાડયું ન હતું તો પણ પોતાના પરિવાર સાથે આવું કેમ થયું એવા સવાલો મીનાક્ષીએ પૂછ્યા હતા.

