મુંબઈ : મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની વિશેષ કોર્ટે મંજૂરી આપી છે. રાજ્ય સંચાલિત જેજે હોસ્પિટલે કોર્ટને રિપોર્ટ આપ્યો હતો કે તેમની સારવાર માટે જરૃરી ટેસ્ટ હોસ્પિટલમાં તથા નથી, આથી કોર્ટે મલિકને મંજૂરી આપી હતી.કોર્ટનો વિગતવાર આદેશ હજી આવવાનો બાકી છે.ગયા સપ્તાહે કોર્ટે મલિકને જેજે હોસ્પિટલમાં ટેસ્ટ કરવા અને જરૃરી સારવાર લેવા જણાવ્યું હતું.
શુક્રવારે મલિકના વકિલ તેમ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે મલિકને એક સપ્તાહથી જેજે અને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પણ કોર્ટના આદેશ છતાં તેમને દાખલ કરવામાં આવ્યા નથી.મલિકના વકિલે જણાવ્યું હતું કે તેમને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવા કરતાં તેમને દાખલ કરવા જોઈએ અને જરૃરી ટેસ્ટ અને સારવાર આપવા જોઈએ.સારવાર અને પોલીસ એસ્કોર્ટનો ખર્ચ પણ તેઓ ઉપાડવા તૈયાર છે.
મલિકે તબીબી કારણોસર વચગાળાના જામીન માગ્યા હતા અને ખાનગી હોસ્પિટલમા ંસર્જરી માટે પરવાનગી માગી હતી.જોકે કોર્ટે જામીન પર કોઈ ચુકાદો અપાયો નથી પણ હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારની મંજૂરી આપી છે.


