દીકરીની ઈચ્છા વિરુદ્ધ પિતા જ વારંવાર તેને પોર્ન દેખાડતા હતા

266

મુંબઈ : પુણેની૨૩ વર્ષની યુવતીને ગત ૧૧ વર્ષથી તેના પિતા જ જબરદસ્તીથી ઘરના કોમ્પ્યુટર કે તેમના મોબાઈલમાં પોર્નોગ્રાફીના વિડીયો દેખાડતા હોવાનો આંચકાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.એટલું જ નહિ તો તેની બહેન અને માતા પણ તેને ઘરેલું કારણસર અપશબ્દો કહી મારપીટ કરતાં હોવાનું યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે.

પુણેના યેરવડા સ્થિત કલ્યાણીનગરની એક સોસાયટીમાં ૨૦૧૦થી ૨૦૨૧ દરમ્યાન પિતા દ્વારા પુત્રી સાથે દુરાચાર ગુજારવામાં આવ્યો હતો.આ બાબતે ૨૩ વર્ષીય યુવતીએ યેરવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.જેને આધારે પોલીસે તેના પિતા, માતા અને બહેન સામે વિનયભંગ સહિત પોક્સો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતીનુસાર, ફરિયાદી યુવતી હાલ એક કંપનીમાં કામ કરતી હોઈ તેનું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે.ફરિયાદીના પિતાએ તેની ઈચ્છા ન હોવા છતાં વારંવાર તેના મોબાઈલ અને કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફીના વિડીયો દાખવી તેના માનસને ઘક્કો પહોંચાડયો છે.તેની માતા અને બહેને નજીવા ઘરેલુ કારણસર ફરિયાદીને ગાળાગાળી કરી તેની મારપીટ કરી.બહેને ફરિયાદીના અંતઃવસ્ત્રોના ફોટો અને વિડીયો લીધાં હોવાથી તેની સામે પણ ગુનો નોંધાયો છે.ફરિયાદીએ પહેલાં હિંજવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાંથી ફરિયાદ યેરવડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થતાં આ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Share Now