By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્વોરી ઉદ્યોગની ૧૭ માંગણીઓ લેખિતમાં નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ક્વોરી ઉદ્યોગની ૧૭ માંગણીઓ લેખિતમાં નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત
GeneralVadodara

ક્વોરી ઉદ્યોગની ૧૭ માંગણીઓ લેખિતમાં નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત

HM News
Last updated: 16/05/2022 5:43 AM
HM News
3 years ago
Share
SHARE

ડેસર તા.૧૫ ગુજરાત સ્થાપના દિવસ તા.૧લી મેથી શરૃ થયેલી કવોરી સંચાલકોની હડતાળનો અંત આવે તેવી શક્યતા છે.બે સપ્તાહથી રાજ્યભરમાં ચાલતી હડતાળના પગલે જાગેલી સરકારે કવોરી ઉદ્યોગના ૧૭ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગરમાં ખનીજ કમિશનરની કચેરીએ બ્લેક સ્ટોન એસોસિએશનની બેઠક આવતીકાલે બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે ખાણ ખનીજ કમિશનરની અધ્યક્ષતામાં ગુજરાત કવોરી એસોસિએશનના હોદ્દેદારો અને કોર કમિટિ સાથે ઓનલાઇન મિટિંગનું આયોજન કરાયું હતું. ઓનલાઇન બેઠકમાં કવોરી ઉદ્યોગની પડતર માંગણીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો હકારાત્મક યોગ્ય ઉકેલ લાવવા માટે આવતીકાલે સોમવારે ચાર વાગે ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ કમિશનરની કચેરીએ ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે.

ઓનલાઇન મળેલી બેઠકમાં ગુજરાત કવોરી એસોસિશેનના પ્રમુખે સરકાર સમક્ષ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે અમારી તમામ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની ૧૮૦ જેટલી કવોરીઓ છેલ્લા બે સપ્તાહથી હડતાળના કારણે બંધ છે.

સુબીરના ઝાખરાઇ બારીનાકા પાસેથી વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ
સુરત : મતગણતરીનું કાઉનડાઉન શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
23 કરોડની ઇનપૂટ ટેક્સ ક્રેડિટની ઉચાપતમાં ભિવંડીના હસમુખ પટેલની ધરપકડ
ક્રૂડ પર ડયુટી હટાવવાથી અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ ફુગાવાને કાબૂમાં રાખશે
કૅલિફૉર્નિયામાં ભારતમાં વૉન્ટેડ બે માફિયા સહિત ૧૭ જણની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article મંજુસર GIDCમાં સ્ક્રેપના ધંધાની અદાવતમાં બે વેપારીનો હુમલો
Next Article જૂના ઝઘડાની અદાવતે મારક હથિયારો લઇને ફરતા ત્રણ આરોપીઓ પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up