નવસારી : નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.1298.82 લાખના ખર્ચે નિર્મિત 21એમ.એલ.ડી.ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ સી.આર.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયા હતાં.
આ પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે.21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારીના નગરજનોને ખૂબ જ લાભ થશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.નવસારી જિલ્લામાં ટુંક સમયમાં કાકરાપાર ડેમમાંથી પાણી મળી રહેશે. આ ઉપરાંત દમણગંગાનું પાણી પણ નવસારી જિલ્લાને મળશે.પીવાનું શુધ્ધ પાણી લોકોને મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે.રાજય સરકાર દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ગુજરાત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી રહયો છે.આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે,21 એમ.એલ.ડી.ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં હવે પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ થશે.હવે લોકોને ઘરે ઘરે પીવાના પાણી મળી રહેશે.આવનારા દિવસોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરાશે.નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહે મહેમાનોને આવકાર્યા હતાં.આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ,પ્રદેશ મંત્રી શીતલબેન સોની,જીગ્નેશભાઇ,અશ્વિનભાઇ,રણજીતભાઇ સહિત,નવસારી-વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપિસ્થત રહયા હતાં.