નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઈડી)એ કૉન્ગ્રેસ સંસદસભ્ય કાર્તિ ચિદમ્બરમની વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.ઈડીના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ ગૃહપ્રધાન હતા ત્યારે ૨૦૧૧માં ૨૬૩ ચાઇનીઝ નાગરિકોને વીઝા આપવામાં કથિત ગેરરીતિના સંબંધમાં આ કેસ દાખલ કરાયો છે.આ જ કેસમાં સીબીઆઈ દ્વારા તાજેતરમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો,જેને ધ્યાનમાં લઈને જ ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ આ કેસ દાખલ કર્યો છે.આ કેસમાં કંપની તલવંદી સબો પાવર લિમિટેડના ટોચના એક્ઝિક્યુટિવ દ્વારા કાર્તિ અને તેમના નજીકના સાથી એસ.ભાસ્કરમનને ૫૦ લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી હોવાનો આરોપ છે.

