મુંબઇ : અમિતાભ બચ્ચને બોલિવુડમાં સુપર ટ્રોલ તરીકે જાણીતા સેલ્ફ સ્ટાઈલ્ડ ક્રિટિક કમાલ આર.ખાનની બુકને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પ્રમોટ કરતાં અમિતાભના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો.કેટલાય લોકોએ આ મુદ્દે અમિતાભનું ટ્રોલિંગ પણ કર્યું હતું.કેઆરકે પોતાની ચિત્રવિચિત્ર ટિપ્પણીઓ અને ક્યારેક તો બેહુદી લાગે તેવી મજાક માટે કુખ્યાત છે.જોકે,તેનું ફોલોઈંગ પણ બહુ જ તગડું છે.પરંતુ,અમિતાભ બચ્ચન જેવી પર્સનાલિટી તેની બૂક પ્રમોટ કરે તેવી અપેક્ષા તો કોઈએ રાખી ન હતી.કેટલાય ચાહકોને તો આ વાતનો ભરોસો જ પડયો ન હતો.તેમણે લખ્યું હતું કે અમિતાભનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું છે.કોઈએ તો સીધો સવાલ કર્યો હતો કે અમિતાભનો કોઈ વીડિયો કેઆરકે પાસે છે કે શું?બિગ બીના અન્ય એક ચાહકે તો નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે,માલિક,ઇતને બુરે દિન તો જબ એબીસીએલ ડૂબી થી તભી ભી નહીં આયે હોંગે.આખિર ક્યા મજબૂરી હૈ યે?અમિતાભની એડ સિલેક્શન માટે પણ અવારનવાર ટીકાઓ થઈ છે.એક પાનમસાલાની એડ માટે તેમની ભારે ટીકાઓ થયા બાદ તેમણે આખરે તે બ્રાન્ડ સાથે પોતાના એન્ડોર્સમેન્ટનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.બીજી તરફ તાજેતરમાં કંગના રણૌતે દાવો કર્યો હતો કે અમિતાભે તેની ફિલ્મને સોશિયલ મીડિયા પર પ્રમોટ કર્યા બાદ કોઈના દબાણથી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.