બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતેથી કડોદરા પોલીસે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ પરવાના વગર દવાખાનું ચલાવી એલોપેથિક પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો વગર મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેમની પાસેથી 14હજાર 760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા કડોદરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ પરવાના વગર દવાખાનું ચલાવી એલોપેથિક પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ વગર ડિગ્રીએ અને ઇંડિયન મેડિસિન કાઉન્સીલ તથા ગુજરાત મેડિસિન કાઉન્સીલના નોંધણી પ્રમાણપત્ર વગર ડોકટર તરીકેની પદવી ધારણ કરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર તાતીથૈયા ખાતે દવાખાનું ચલાવી રહ્યો છે.જે હકીકતના આધારે કડોદરા પોલીસે રેડ કરી હતી અને રેડ દરમ્યાન તાતીથૈયા ગામે આવેલ સોનીપાર્કમા દેવનારાયણ કોમ્પ્લેક્ષમાં માં માનસા ક્લીનિક ચલાવતા સાગર વિકાસ રોય(રહે,તાતીથૈયા,મહાદેવ સોસાયટી)ને ઝડપી પાડ્યો હતો.પોલીસે પકડાયેલ ઈસમ પાસેથી કુલ 14 હજાર 760 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


