બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે સલીમ ટોકીઝ પાસે વાઘરી ફળિયામાં તીનપત્તીનો જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડી કુલ રૂ,53,110 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ કોસંબા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે તરસાડી ખાતે સલીમ ટોકીઝ પાસે રહેતી મહિલા રાધાબેન વાઘરી ફળિયામાં બહારથી માણસો બોલાવી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રમાડી રહી છે.જે હકીકતના આધારે કોસંબા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઘટના સ્થળેથી જુગાર રમતી ત્રણ મહિલા અને પાંચ પુરુષને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી દાવ પરના,અંગઝડતીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ,53,110 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોપાલ દેવરામ સાધુ(રહે,તરસાડી સલીમ ટોકીઝની સામે કબીર આશ્રમ,તા-માંગરોળ)અભિજીતસિંહ વિક્રમસિંહ યાદવ(રહે,તરસાડી સંજયનગર,પંડવાઈ રોડ,તા–માંગરોળ)રાજુ ઉર્ફે પોંજો મેરૂભાઈ વાઘરી(રહે, તરસાડી,સલીમ ટોકીઝ પાસે,વાઘરી ફળિયું,તા-માંગરોળ)
રેખાબેન રાજુભાઇ વસાવા(રહે,તરસાડી,સલીમ ટોકીઝ પાસે,વાઘરી ફળિયું)રાધાબેન સોમાભાઇ વસાવા(રહે,તરસાડી સલીમ ટોકીઝ પાસે,તા-માંગરોળ)હેતલબેન અનિલભાઈ વસાવા(રહે,તરસાડી સલીમ ટોકીઝ પાસે,તા-માંગરોળ)યોગેશભાઈ ઉર્ફે ઘારીયો વિજયભાઇ વસાવા(રહે,તરસાડી સલીમ ટોકીઝ પાસે,વાઘરી ફળિયું)મહેશભાઇ મુળજીભાઈ વસાવા(રહે,તરસાડી સલીમ ટોકીઝ પાસે,વાઘરી ફળિયું,તા-માંગરોળ)


