અમદાવાદ : શુક્રવાર : પ્રસિધ ક્રિશ્ના અને મેકોયની ૩-૩ વિકેટ બાદ બટલરના અણનમ સદી સાથેના ૧૦૬ રનની મદદથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૭ વિકેટથી હરાવીને આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.હવે રવિવારે તારીખ ૨૯મી મે ના રોજ અમદાવાદમાં જ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-ટુમાં જીતવા માટેના ૧૫૮ના ટાર્ગેટને રાજસ્થાને ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.બટલરે હર્ષલ પટેલની બોલિંગમાં વિજયી સિક્સર ફટકારી હતી.અગાઉ બેંગ્લોર તરફથી પાટિદારે લડાયક ૫૮ રન નોંધાવ્યા હતા,પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.


