લકઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ અને ઇન્ડિયા INXએ સહકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા

HM News
2 Min Read

અમદાવાદ : તા.1 જુન 2022,બુધવાર : ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક(GIFT)સિટીમાં આજે યોજાયેલા સમારોહમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ(LuxSE)અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ (IFSC)લિમિટેડ (ઇન્ડિયા INX) એ સહકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા,જેનાં દ્વારા બંને એક્સચેન્જ લિસ્ટેડ ભારતીય જામીનગીરીઓને(LuxSE)પર લઈ જઈને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સરળતા કરી આપશે.નવેમ્બર 2020માં બંને સંસ્થાઓ દ્વારા થયેલાં સમજૂતિપત્રને આધારે આ સમજૂતિ થઈ છે.સમજૂતિમાં ભારતના ગ્રીન ફાઇનાન્સને આગળ ધપાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આજની જાહેરાત ભારત અને આંતરરાષ્ટ્રીય મૂડી બજારો વચ્ચેનો અવકાશ પૂરવા અને સસ્ટેનેબલ ફાઇનાન્સમાં સરહદ પારનાં સહકારને મજબૂત બનાવવા બંને ઇન્ટરનેશનલ એક્સચેન્જ દ્વારા આગામી મહત્વનાં પગલાંની શરૂઆત છે.સમારોહ દરમિયાન,ભારતીય કંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા ગ્રીન બોન્ડનાં LuxSE પર પલિસ્ટીંગની જાહેરાત પણ કરવામાં આવી હતી.300 મિલિયન યુરોનાં ગ્રીન બોન્ડ ઇન્ડિયા INX પર પહેલેથી જ લિસ્ટેડ છે,જ્યારે હવે તે LuxSEની જામીનગીરીઓની સત્તાવાર યાદીમાં રજીસ્ટર્ડ છે.

આ પ્રસંગે ભારતની નાણાકીય નિયમનકાર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી(IFSCA)ના ચેરમેન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે,“ઇન્ડિયા INX અને LuxSE વચ્ચેની સમજૂતિ IFSC ને સસ્ટેનેબલ ફાઇનાન્સ માટેનાં હબ તરીકે વિક્સાવવાની દિશામાં બીજું પગલું છે.”ભારતીય જામીનગીરીઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો સુધી LuxSE એ ઇન્ટરનેશનલ ડેટ સિક્યોરિટીઝનાં લિસ્ટિંગ માટે વિશ્વનું અગ્રણી એક્સચેન્જ છે,જે 100 વિવિધ દેશોમાંથી 2,000 ઇશ્યુઅર્સને સેવા પૂરી પાડે છે.સસ્ટેનેબલ ફાઇનાન્સ એજન્ડા આગળ ધપાવવા માટે તેણે 2016માં LGX ની સ્થાપના કરી હતી અને ત્યારથી તે આબોહવા સાનુકુળ રોકાણને વેગ આપવામાં પ્રદાન કરવા બદલ તેને માન્યતા આપવામાં આવી છે.LGX પર હાલમાં 1,300 ગ્રીન,સોશિયલ,સસ્ટેનેબિલિટી અને સસ્ટેનિબિલિટી-લિન્ક્ડ બોન્ડ્સ છે,જે વિશ્વભરમાં ખાસ ગ્રીન અને સોશિયલ પ્રોજેક્ટ્સ તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કુલ 727 અબજ યુરો એકત્ર કરી રહ્યાં છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *