By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ સાફ થઇ જાય અને હવે હાર્દિક પણ બેદાગ થઇ ગયો …!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ સાફ થઇ જાય અને હવે હાર્દિક પણ બેદાગ થઇ ગયો …!!
AhmedabadGeneralPolitics

હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ સાફ થઇ જાય અને હવે હાર્દિક પણ બેદાગ થઇ ગયો …!!

HM News
Last updated: 02/06/2022 9:52 AM
HM News
4 years ago
Share
SHARE

– ભૂતકાળમાં હાર્દિક પટેલે અમિત શાહને જનરલ ડાયરની ઉપાધિ આપી હતી

અમદાવાદ, તા. 02 જૂન 2022, ગુરૂવાર : પાટીદાર અનામત આંદોલન દ્વારા જાહેર જીવનમાં આવનારો હાર્દિક પટેલ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છે તે હવે નક્કી થઈ ગયું છે.ભાજપ દ્વારા પણ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.હાર્દિક આજે સવારે 09:00 કલાકે પોતાના ઘરે દુર્ગા પૂજા કર્યા બાદ સ્વામીનારાયણ મંદિર જઈને પૂજા કરવાનો છે.ત્યાર બાદ હાર્દિક આજે 11:00 વાગ્યે ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પહોંચીને પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાનો છે. ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિકને સદસ્યતા અપાવશે અને હાર્દિકના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ થશે.

2014થી જાહેર જીવનનો આરંભ

રાજકીય કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા હાર્દિકે એક રીતે વર્ષ 2014માં પોતાના જાહેર જીવનનો આરંભ કર્યો હતો.તે સમયે હાર્દિક પાટીદાર સંગઠન સરદાર પટેલ ગ્રુપ સાથે જોડાયો હતો.આ ગ્રુપે જ આગળ જતા પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું.સરદાર પટેલ ગ્રુપે વર્ષ 2015માં પાટીદાર અનામતની માગણી સાથે વિસનગરમાં પહેલી રેલી કાઢી હતી. તે રેલીમાં સામેલ હાર્દિક પટેલ અને અન્ય લોકો પર ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ લાગ્યો હતો.કોર્ટે તે મામલે હાર્દિકને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી.જોકે હાર્દિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને સર્વોચ્ય અદાલતે સજા પર રોક લગાવી દીધી હતી.

સુરતની રેલી દ્વારા ચર્ચામાં આવ્યો હતો હાર્દિક

વિસનગરની રેલી બાદ હાર્દિકનું નામ સામે આવ્યું હતું પરંતુ સુરતની રેલી બાદ તે વધુ લાઈમલાઈટમાં આવ્યો હતો.સરદાર પટેલ ગ્રુપના બેનર અંતર્ગત યોજાયેલી તે રેલીમાં 3 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા અને ત્યાંથી જ પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન દ્વારા ચર્ચિત બનેલા હાર્દિક પટેલની નેતા બનવાની સફર શરૂ થઈ હતી.હાર્દિકે 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે એક ક્રાંતિ રેલીને સંબોધિત કરી હતી જેમાં 5 લાખથી વધારે લોકો એકઠા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.તે વખતે હાર્દિકે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતે કાર્યક્રમમાં ન આવે ત્યાં સુધી પોતે ત્યાંથી હલશે નહીં તેમ જાહેર કર્યું હતું.

અમિત શાહને જનરલ ડાયર કહેલા

GMDC ગ્રાઉન્ડ ખાતે ઉશ્કેરાયેલી પોલીસે રાતના સમયે લાઠીચાર્જ કર્યો ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં પાટીદાર આંદોલનની આગ ભડકી ઉઠી હતી.રાજ્યમાં આશરે 500 જેટલી હિંસક ઘટનાઓ બની હતી જેમાં પાટીદાર સમાજના 14 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યાર બાદ હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓ વિરૂદ્ધ રાજદ્રોહના કેસ પણ દાખલ થયા હતા.

આંદોલન બાદ અમિત શાહ પોતે પાટીદારોને મનાવવા માટે પહોંચ્યા હતા.જોકે પાટીદાર યુવાનોએ અમિત શાહનો વિરોધ કર્યો હતો અને હાર્દિક પટેલે તો અમિત શાહને જનરલ ડાયરની ઉપાધિ આપી દીધી હતી.આ બધા કારણોસર આનંદીબેન પટેલે 2017ની ચૂંટણી પહેલા રાજીનામુ આપવું પડ્યું હતું અને વિજય રૂપાણીને નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

વિજય રૂપાણીએ અનામત આયોગ બનાવવાની સાથે જ આંદોલન દરમિયાન પાટીદારો વિરૂદ્ધ જે કેસ દાખલ કરવામાં આવેલા તેને પાછા ખેંચવાની પણ જાહેરાત કરી દીધી હતી.જોકે 2017ની ચૂંટણીમાં પાટીદાર મત વહેંચાઈ ગયા હતા અને ભાજપ 100 બેઠકનો આંકડો પણ પાર નહોતો કરી શકી.ઉલ્લેખનીય છે કે, પ્રદેશમાં પાટીદાર મતદારોની સંખ્યા 17 ટકા જેટલી છે.

2019ની ચૂંટણી પહેલા ‘પંજો’ પકડ્યો

ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી.કોંગ્રેસે કપિલ સિબ્બલને મોકલીને કઈ રીતે પાટીદાર સમાજ માટે બંધારણને અનુરૂપ અનામતની વ્યવસ્થા કરી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી. જોકે ત્યાં સુધીમાં હાર્દિકે પોતાની જાતને પાટીદાર નેતા તરીકે સ્થાપિત કરી દીધી હતી પરંતુ તે સક્રિય રાજકારણથી દૂર હતો.વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો.પાર્ટીએ યુવાન નેતા હાર્દિક પટેલને 2020માં સૌથી નાની ઉંમરના કાર્યકારી અધ્યક્ષ બનાવીને એક મહત્વની જવાબદારી સોંપી દીધી હતી.

BJP સામે હાર્દિકની આક્રમકતા

હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં નંબર-2નું પદ મળ્યું તે સાથે જ હાર્દિક ભાજપ સામે આક્રમક અંદાજમાં મેદાનમાં આવી ગયો હતો.તેણે ભાજપના દિગ્ગજ નેતાઓ વિરૂદ્ધ પણ ખુલીને વાક્ પ્રહારો કર્યા હતા.હાર્દિકે કોંગ્રેસ છોડીને ભાજપમાં જનારા નેતાઓ માટે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ભાજપ એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ ધોવાઈ જાય છે. ત્યારે હવે હાર્દિક પોતે પણ ભાજપના એ જ વોશિંગ મશીનમાં જઈ રહ્યો છે.કદાચ હાર્દિક પણ ઈચ્છી રહ્યો હશે કે, તેના પર લાગેલા ડાઘા અને કાયદાકીય કેસ ધોવાઈ જાય.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આંદોલન સરકાર સામે હતું અને પૂર્ણ પણ સરકારે જ કરાવ્યું : BJP નેતા હાર્દિક પટેલ
Next Article હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up