સુરત : સુરતમાં સિટીમાં શનિવારે કોરોનામાં ઉધનાના બે બાળકો સહિત ચાર દર્દીઓ તથા જીલ્લામાં એક કેસ નોધાતા ઓરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.જયારે સિટીમાં એક દર્દીને રજા આપી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ શનિવારે સુરત સિટીમાં કોરોનામાં વધુ ચાર કેસ નોધાયો છે.જેમાં ઉધનામાં રહેતી 7 વર્ષીય બાળકી,ઉઘનામાં રહેતો 2 વર્ષીય બાળક તથા મુંબઇમાં નોકરી કરતો અને અડાજણમાં રહેતો 30 વર્ષીય યુવાન અને વેસુમાં રહેતા 80 વર્ષીય વૃધ્ધનો સમાવેશ થાય છે. જયારે સિટીમાં એક દર્દીને રજા આપવામાં આવી છે.જયારે સિટીમાં 13 એકટીવ કેસ છે.આ ઉપરાંત સુરત જીલ્લામાં માંગરોળમાં એક દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે.અને જીલ્લામાં ત્રણ એકટીવ કેસ છે.

