નવી દિલ્હી : સરકાર કેટલીક કોમન દવાઓને ઓવર-ધ-કાઉન્ટર(OTC)કેટેગરી હેઠળ લાવવાની યોજના ધરાવે છે.કફ,શરદી,દુખાવા અને ચામડીના રોગો માટે વપરાતી પેરાસિટામોલ,બંધ નાક માટેની અમુક દવા અને કેટલીક એન્ટિફંગલ ડ્રગ માટે આગામી સમયમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે.આરોગ્ય મંત્રાલયે ૧૬ દવાને શિડ્યુલ કે હેઠળ લાવવા ડ્રગ્સ રુલ્સ,૧૯૪૫માં ફેરફાર સૂચવ્યા છે.જેથી તેમને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડે અને તેનું ઓટીસી કેટેગરી હેઠળ વેચાણ થઈ શકે.
મંત્રાલયે વિવિધ પક્ષકારો તરફથી એક મહિનામાં સૂચનો મંગાવતું ગેઝેટ નોટિફિકેશન જારી કર્યું છે.આ દવાઓમાં એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ એજન્ટ પ્રોવિડોન આયોડિનનો સામેલ છે.અન્ય દવામાં પેઢાંના સોજાની સારવાર માટે વપરાતો ક્લોરોહેક્સિડાઇન માઉથવોશ,એન્ટિફંગલ ક્રીમ ક્લોટ્રિમાઝોલ,કફ માટેની દવા ડેક્સ્ટ્રોમિથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ લોઝેન્જિસનો સમાવેશ થાય છે.ઉપરાંત,આ યાદીમાં પીડાનાશક મલમ ડાઇક્લોફિનેક,ખીલ માટેની એન્ટબેક્ટેરિયલ દવા બેન્ઝોઇલ પેરોક્સાઇડ સામેલ છે.શરદી,કફ અને એલર્જીમાં વપરાતી ડિફેનહાઇડ્રામાઇન કેપસ્યુલન પણ સરકારે ૧૬ દવાની યાદીમાં સામેલ કરી છે.વધુમાં પેરાસિટામોલ,બંધ નાકની સારવામાં વપરાતી કેટલીક દવા અને કબજિયાત માટે વપરાતી દવાનો પણ ઓટીસી કેટેગરી હેઠળ સમાવેશ કરાયો છે.

