By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IDFC ફર્સ્ટ બેંકના લોનધારકને લોક અદાલતના નામે બોગસ નોટિસ મળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > IDFC ફર્સ્ટ બેંકના લોનધારકને લોક અદાલતના નામે બોગસ નોટિસ મળી
GeneralSurat

IDFC ફર્સ્ટ બેંકના લોનધારકને લોક અદાલતના નામે બોગસ નોટિસ મળી

HM News
Last updated: 09/06/2022 6:39 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : અઠવાલાઇન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગમાં ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી કોર્ટના સુપ્રિટેન્ડન્ટના ડુપ્લીકેટ સહી-સિક્કા સાથે આઇડીએફસી ફર્સ્ટ બેંકના લોન ધારકના નામે લોક અદાલતની બોગસ નોટીસ ઇસ્યૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબતની ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે.અઠવાલાઇન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગના પાંચમા માળે રૂમ નં.524 માં ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી કોર્ટના સુપ્રીટેન્ડન્ટ જીગીશા નિલેશ જીનવાલા(ઉ.વ. 49 રહે.એ/2 સમરત પાર્ક એપાર્ટમેન્ટ,અયોધ્યા નગરી નજીક,હનીપાર્ક,અડાજણ)પાસે 4 જૂનના રોજ ધર્મેશ ઘુસાભાઇ વડોદરીયા નામનો વ્યક્તિ આવ્યો હતો.ધર્મેશે પોતાના મોબાઇલમાં લોકઅદાલત ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી,સુરતના ટાઇટલ અને લોકઅદાલતનું સ્થળ કોર્ટ બિલ્ડીંગ થર્ડ ફ્લોર અને તા.4 જૂન 2022 અને સુપ્રિટેન્ડન્ટ ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતીનો સિક્કો તથા સુપ્રિટેન્ડન્ટની સહી બતાવી હતી.જેમાં અરજદાર તરીકે આઇડીએફસી ફર્સ્ટ બેંક અને સામાવાળા તરીકે ધર્મેશનું નામ અને લોક અદાલતની તા.4 જૂનનો ઉલ્લેખ હતો.

સુપ્રિટેન્ડન્ટમાં પોતાના જેવી સહી અને લોક અદાલત તા.26 જૂને હોવા છતા નોટીસમાં તા.4 જૂન હોવાથી જીગીશાબેને પ્રિન્સીપલ સિનીયર સિવીલ જજને જાણ કરવાની સાથે બેંકના એડવોકેટને બોલાવ્યા હતા.ત્યાર બાદ સુપ્રિટેન્ડન્ટ જીગીશા જીનવાલા બેંકની રીકવરી એજન્સી પાર્થ ફાઇનાન્સીયલ સર્વિસીસના હેડ જતીન ભગુભાઇ પટેલ(રહે.સી/8,સોમનાથ મહાદેવ સોસાયટી,પાર્લેપોઇન્ટ,અઠવાલાઇન્સ)ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવાની સાથે તેની ઓફિસ ખાતે સર્ચ શરૂ કર્યુ છે.

બિહારમાં નીતિશને પછાડવા ભાજપ 2,000 કરોડ ખર્ચશે, આઈટી સેલના હેડને ચૂકવાશે 100 કરોડ
કાપડ વેપારીઓ આનંદો ! 1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન
ગોજી ગામની 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું
સાત ચૂંટણી ટ્રસ્ટોને રૃ. ૨૫૮ કરોડનું દાન ભાજપને સૌથી વધુ રૃ. ૨૧૨ કરોડ મળ્યા
દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદશે..!!
Share This Article
Facebook Email Print
Previous Article ઝારખંડના બે ભેજાબાજોનું કારસ્તાન : યોગ શિક્ષીકાનો મોબાઇલ હેક કરી વ્હોટ્સએપ મેસેજ કરી રૂ. 1.10 લાખ ખંખેરી લીધા
Next Article સુરત જિલ્લામાં 106 આંગણવાડીઓ બે કે તેથી વધુ વર્ષથી જર્જરિત અવસ્થામાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up