મુંબઈ : રૃ.૬૦૦૦ કરોડના પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર કહેવનાતા હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની ઈડીએ ટાંચમાં લીધેલી મિલકતોમાં ન્યુ યોર્કનાં એપાર્ટમેન્ટનો પણ સમાવેશ છે,પણ આ મિલકત તેણે પોતાની પુત્રવધૂને ૨૦૧૫માં નિશુલ્ક ટ્રાન્સફર કરી હતી.એજન્સીએ નોંધાવેલા બીજા પુરક આરોપનામામાં આ વિગત જણાવી છે.મેનહેટનમાં આવેલી મિલકત ૨૦૧૦માં ચોકસીએ રૃ. ૫.૭૨ કરોડમાં રોબર્ટ લ્યુબિસીસ નામની વ્યક્તિ પાસેથી ખરીદી હતી.મેહુલ ચોક્સીએ જેના નામે મિલકત ટ્રાન્સફર કરી છે તે સ્નેગ્ધા તલરેજા તેના પુત્ર રોહન ચોક્સીની પત્ની છે.આ ફ્લેટ હજી પણ હીરાના વેપારીના કબજામાં જ છે.તપાસમાં જણાયું હતું કે મોટી રકમ ચોક્સીએ ઉચાપત કરી છે અને તે ટાંચમાં લઈ શકાઈ નથી.
દરમિયાન અન્ય એક અહેવાલ અનુસાર ભારત સરકારે બાર્બુડા અને એન્ટિગુવાની સરકારોને મેહુલ ચોકસીનાં પત્ની પ્રીતિ ચોકસીનાં નાગરિકત્વનો શું દરજ્જો છે તેની જાણકારી આપવા જણાવ્યું છે.પ્રીતિ ચોક્સી કયા દરજ્જાથી આ દેશોમાં રહે છે તે ભારત સરકારે જાણવા માગ્યું છે.આશંકા એવી છે કે પ્રીતિ ચોકસીએ પોતાનો ભારતનો પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે પરંતુ એન્ટીગુવા અને બ ાર્બાડોસનું કાયદેસરનું નાગરિકત્વ હજુ મેળવ્યું નથી.


