નવી દિલ્હી : બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને સિધ્ધુ મૂસેવાલા જેવો હાલ કરીશું..તેવી ધમકી આપવામાં આવ્યા બાદ સલમાનના ઘરની સુરક્ષા તો વધારવામાં આવી જ છે પણ સાથે સાથે હવે હૈદ્રાબાદમાં સલમાનની ફિલ્મના શૂટિંગ માટેના સેટ પર પણ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સલમાન ખાન હૈદ્રાબાદમાં પોતાની આગામી ફિલ્મ કભી ઈદ,કભી દિવાલી(જેનુ નામ બદલીને હવે ભાઈજાન)નુ શૂટિંગ કરી રહ્યો છે.આ સેટ પર સુરક્ષા વ્યવસ્થામાં ત્રણ ગણો વધારો કરાયો છે.દરેક જગ્યાનુ ચેકિંગ કરાઈ રહ્યુ છે અને સેટ પર પ્રવેશતા અને બહાર જતા દરેક વ્યક્તિનુ ચેકિંગ કરવામાં આવે છે.સલમાન ખાન એક્ટ્રેસ પૂજા હેગડે સાથે 25 દિવસ હૈદ્રાબાદમાં આ ફિલ્મનુ શૂટિંગ કરવાનો છે.આ માટે એક વિશાળ સેટ ઉભો કરાયો છે.આ ફિલ્મમાં તેલુગુ અભિનેતા વેંકટેશ પણ મહત્વના રોલમાં નજરે પડશે.સલમાનની ફિલ્મ 2014માં રિલિઝ થયેલી તમિલ ફિલ્મ વીરમની હિન્દી રીમેક છે.સલમાન ખાનની ફિલ્મમાં શહેનાઝ ગીલ પણ ડેબ્યુ કરવાની છે.

