અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે યુનિ.ઓ માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામા આવે છે પરંતુ આ કોમન એકેડમિક કેલેન્ડર માત્ર નામનુ જ હોય તેમ આ વર્ષે પણ યુનિ.ઓમાં જોઈએ તેટલો આ કેલેન્ડરનો અમલ થનાર નથી અથવા કોમન એકેડેમિક કેલેન્ડર આ વર્ષે પણ જળવાય તેમ નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની તમા સરકારી યુનિ.ઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવાય છે અને જેમાં યુજી-પીજીના નવા વિદ્યાર્થીઓ માટે તેમજ બીજા-ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્યારથી નવુ શૈક્ષત્રણિક સત્ર કરવુ,કયારથી પરીક્ષાઓ શરૃ કરવી,દિવાળી વેકેશન ક્યાં સુધી રહેશે અને પ્રથમ સત્ર તેમજ દ્રિતિય સત્રના શિક્ષણના દિવસો ક્યાં સુધી રહેશે તે તમામ બાબતે સ્પષ્ટતા કરવામા આવે છે અને સમયગાળો નિશ્ચિત કરવામા આવે છે.જો કે આ એકેેડમિક કેલેન્ડર માત્ર નામનુ જ હોય તેમ અથવા માત્ર જાહેર કરવા ખાતર કરી દેવાયુ હોય પુરતો અમલ થતો જ નથી. શિક્ષણ વિભાગ પણ યુનિ.ઓમાં પ્રવેશની સમસ્યાઓ,પ્રવેશ પ્રક્રિયાની મુદત સહિતની કોઈ પણ બાબતે તપાસ કર્યા વગર કે ખાત્રી કર્યા વગર જ કોમન કેલેન્ડરમાં નવા સત્રની શરૃઆતની તારીખ આપી દેવાય છે.
આ વર્ષના ૨૦૨૨-૨૩ના કોમન એકેડેમિક કેલેન્ડરમાં યુજી-પીજીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ૨૩મી જુનથી નવુ સત્ર શરૃ કરી દેવાની જોગવાઈ કરવામા આવી છે.પરંતુ હાલ સ્થિતિ એ છે કે જુન અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા જ પુરી થાય તેમ નથી.ગુજરાત યુનિ.ની વાત કરીએ તો હજુ સુધી બીએ,બી.કોમ બીએસસી સહિતના યુજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા વિધિવત રીતે શરૃ જ કરાઈ નથી.જ્યારે પીજીમાં ક્યારે શરૃ થશે તે પણ નક્કી નથી.વિધિવત રીતે યુજી-પીજીમા નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટેનું નવુ સત્ર ૧૫ જુલાઈ બાદ જ શરૃ થઈ શકે તેમ છે.આ વર્ષે પણ યુનિ.-કોલેજોના વિદ્યાર્થીઓના પ્રથમ સેમેસ્ટરમાં શિક્ષણના દિવસો ખુટશે


