મુંબઇ : કોરોનાના પ્રતિબંધો હળવા થયા બાદના સાત મહિનામાં શિર્ડી સાંઈ મંદિરમાં ભાવિકોએ કુલ ૧૮૮ કરોડ ૫૫ લાખનું દાન અર્પણ કર્યું છે.આ સમયગાળામાં ૪૧ લાખ ભાવિકોએ બાબાના દર્શન લીધાં હોવાનું મંદિર પ્રશાસન દ્વારા જાણવા મળ્યું છે.કોરોના મહામારી બાદ ગત ઑક્ટોબરમાં શિર્ડી મંદિર ભાવિકો માટે ખુલ્લું મૂકાયું.ત્યારથી મે ૨૦૨૨સુધીમાં મંદિરમાં ભાવિકોનો સારો ધસારો રહ્યો છે.સળંગ રજાઓના દિવસે બે થી ત્રણ લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે.લોકડાઉનના પહેલાં અને બીજા તબક્કામાં શિર્ડી સાંઈમંદિરની આર્થિક સ્થિતિ નબળી પડી હતી.પરંતુ કોરોના બાદ મંદિર ખુલ્લું મૂકાતાં જ ફરી ભક્તોએ પ્રત્યક્ષ મંદિરે હાજર થઈ બાબાને સોના,ચાંદી અને રોકડના દાન અર્પણ કરી બાબાની તિજોરી છલકાવી છે.મંદિરમાં આ સાત મહિનામાં ૧૮૮ કરોડ ૫૫ લાખ ૩૧,૯૭૧રકમનું દાન જમા થયું છે.


