આ પહેલી વાર નથી કે કોઈ ઇસ્લામવાદીએ નૂપુર શર્માનું સરકલમ કરવાની વાત કરી હોય,તેમણે અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.ઘણાં ઇસ્લામવાદીઓએ નૂપુરનું શિર કલમ કરવાવાળા માટે 20 લાખથી લઈને 1 કરોડ સુધીની ઇનામી રકમની પણ જાહેરાતો કરી હતી.ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરતાં બાદ તેમ જ કથિત ટિપ્પણી બદલ માફી જાહેર માંગ્યા બાદ પણ પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ જ પ્રકરણમાં કાશ્મીરના એક યુટ્યુબર ફૈઝલ વાની દ્વારા નૂપુર શર્માનું શિર કલમ કરવાનો VFX વિડીયો સામે આવ્યો છે.
ડીપ પેઈન ફિટનેસના યુટ્યુબ એકાઉન્ટ પર કાશ્મીર સ્થિત યુટ્યુબર ફૈઝલ વાનીએ સૌથી હિંસક ગ્રાફિક વિડિયો શેર કર્યો છે જેમાં તે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માનું સિર કલમ કરે છે.આ વિડીયોમાં ફૈઝલ કહેતો જોવા મળ્યો હતો કે, ગુસ્તાખ-એ-રસુલ માટે કોઈ એક્શન કોઈ વોરંટની જરૂર નથી,તેના માટે બસ એક જ સજા છે અને તે છે ‘સરકલમ’. આટલું કહેતા સાથે જ તે વિડીયોમાં તીક્ષ્ણ હથિયાર દ્વારા નૂપુર શર્માનું માથું કાપતો નજરે પડ્યો હતો.વિડીયોના બેકગ્રાઉંડમાં કોઈ અરબી સંગીત પણ વાગી રહેલું સંભળાય છે.
યુટ્યુબર ફૈઝલ વાની કથિત વિડીયોમાં આટલે નથી અટકતો પરંતુ આગળ જતાં તે નૂપુરના કપાયેલા માથાને હાથમાં લઈને ખુન્નસભરી નજરે જોઈને તેને દૂર ફેંકી દે છે.આ અતિક્રૂર વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો.નેટિઝન્સે વિડીયોને અને યુટ્યુબરને ખૂબ વખડ્યો હતો પરંતુ ઇસ્લામવાદીઓ તથા લિબરલો આ વિડીયો પર ટિપ્પણી કરવાથી બચતા જોવા મળ્યા હતા અને તેમના આ વર્તનને નેટિઝન્સે મૌન સંમતિ ગણાવી હતી.વિડીયો વાઇરલ થયા બાદ અનેક લોકો દ્વાર કાશ્મીર પોલીસ અને ગૃહ મંત્રાલયને ટેગ કરીને આ યુટ્યુબર વિરુદ્ધ પગલાં લેવાની માંગણી કરી હતી.જે બાદ તે ડરી ગયો હતો અને પોતાનો વિડીયો ડિલીટ કરી દીધો હતો.
બાદમાં ફૈઝલે બીજો એક વિડીયો રજૂ કરીને પોતાના જૂના વિડીયો માટે લોકોની માફી માંગી હતી.પરંતુ આ વિડીયો માફીનામું ઓછું અને ભાવનાત્મક પ્રોપગેંડા વધુ લાગી રહ્યો હતો.માફીવાળા વિડીયોમાં ફૈઝલ કહેતો સંભળાય છે કે ‘એને ખ્યાલ નહોતો કે તેનો વિડીયો આટલો વાઇરલ થશે.’ તો અહિયાં પ્રશ્ન એ છે કે શું વિડીયો ઓછો વાઇરલ થયો હોત તો તે વિડીયો ડિલીટ ન કરતો અને માફી પણ ના માંગતો.

માફીવાળા વિડીયોમાં ફૈઝલ આગળ કહે છે કે, તેનો ધર્મ તેને બીજા ધર્મનું સન્માન કરવાનું શીખવાડે છે અને તે વિડીયોમાં કોઈ હિંસક વાત બતાવવા માંગતો નહોતો.પણ ફૈઝલની આ વાત પણ તેનો જ જૂનો વિડીયો ખોટી પડે છે કેમ કે તેમાં ભરપૂર હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા.આ ઉપરાંત આ માફી માત્ર એક નાટક હોય એમ તેને માફી માંગતા માંગતા સમઘ્ર ઘટના માટે દેશના મીડિયા અને સોશિયલ મીડિયા પર આરોપ મૂક્યો હતો કેમ કે તેમણે તેનો વિડીયો શેર કર્યો હતો!
અત્રે નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે કોઈ ઇસ્લામવાદીએ નૂપુર શર્માનું સરકલમ કરવાની વાત કરી હોય તેમણે અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.ઘણાં ઇસ્લામવાદીઓએ નૂપુરનું શિર કલમ કરવાવાળા માટે 20 લાખથી લઈને 1 કરોડ સુધીની ઇનામી રકમની પણ જાહેરાતો કરી હતી.
10મી જૂન 2022 ના રોજ, શુક્રવારની નમાઝ પછી દેશના અસંખ્ય ભાગોમાં ઇસ્લામવાદી ટોળાંએ તોફાનો કર્યા હોવાથી, ટિપ્પણી પર બગડતી પરિસ્થિતિ આજે ખડકની નીચે પહોંચી ગઈ હતી.કેટલાક સ્થળોએ ગુસ્સે ભરાયેલા ટોળાએ નૂપુર શર્માના પૂતળા અને પોસ્ટરોને આગ લગાડી જ્યારે અન્ય સ્થળોએ,પથ્થરો ફેંકવામાં આવ્યા.પોલીસ અને નાગરિકોને ઇજા પહોંચાડી અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

