સાપુતારા : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ ખાતે આયોજિત ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડ,નવસારી,સુરત,તાપી અને ડાંગ જિલ્લાના રૂપિયા 3050 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ના કામો સાથે નવસારીના ઇતિહાસમાં પહેલીવાર પાંચ લાખથી પણ વધુ જનમેદની વાળી જંગી સભા સંબોધી હતી.આદિવાસી વિસ્તારમાં આવેલ પોતાના માનવંતા નેતા ને આવકારવા હેલિપેડ ખાતે કેટલાક ખાસ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ડાંગ જિલ્લાના મહામંત્રી કિશોરભાઈ ગાવીત અને મહામંત્રી રાજેશ ગામીતે હેલિપેડ ખાતે વડાપ્રધાન ને આવકાર્ય હતા,તેમનું સ્વાગત કર્યું હતું,સામે વડાપ્રધાને પણ રાજેશ ગામીત ને ખુબજ આદર પૂર્વક નમસ્કાર કરી તેમનો આવકાર ઝીલ્યો હતો.
2 દિવસ પહેલા તારીખ 8 ના રોજ ડાંગ જિલ્લાના સોસીયલ મીડિયામાં સબરિધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય વિજય પટેલ ને ટ્રસ્ટના સભ્ય પદેથી દૂર કરવાનો ઠરાવ કરતો પત્ર સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો,જેને લઈને ડાંગ જિલ્લામાં ફરી એકવાર હિન્દૂ ખ્રિસ્તી નો મુદ્દો ગરમાયો હતો જોકે નવસારી ખાતે વડાપ્રધાન ને આવકારવા સમગ્ર ડાંગ જિલ્લામાંથી માત્ર બે આગેવાન ની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ભાજપના હિન્દૂ આગેવાન એવા મહામંત્રી કિશોર ગાવીત અને ખ્રિસ્તી સમાજના આગેવાન એવા મહામંત્રી રાજેશ ગામીત હેલિપેડ ખાતે વડાપ્રધાન ને આવકાર્ય હતા જ્યાં રાજેશભાઈ ગામીત ને નજીક થી ઓળખતા વડાપ્રધાને નમસ્કાર કરી સહર્ષ સાથે તેમનો આવકાર ઝીલ્યો હતો.જે ડાંગ માં ધર્મની રાજનીતિ ભૂતકાળ બની હોવાનું સ્પષ્ટ કરે છે.


