નવી દિલ્હી : તા.16 જૂન 2022, ગુરૂવાર : ઉત્તરી કર્ણાટકના હાવેરી ખાતે 4 ખેડૂતોએ કીટનાશક ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરનારા ચારેય ખેડૂતો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે,ભાજપના ધારાસભ્ય જમીનમાં હિસ્સો માગીને તેમને હેરાન કરી રહ્યા હતા.આ કારણે જ તેમણે મોતને વ્હાલું કરવા પ્રયત્ન કર્યો હતો.જમીન વિવાદ સાથે સંકળાયેલા આ કેસમાં ખેડૂતોને સરકાર તરફથી એક સ્કીમ અંતર્ગત જમીન ફાળવવામાં આવી હતી.એવો આરોપ છે કે,કેટલાક ખેડૂતોને જે જમીન આપવામાં આવી તેમાં ભાજપના ધારાસભ્ય નેહરૂ ઓલેકર પોતાનો અમુક હિસ્સો માગી રહ્યા હતા.આરોપ પ્રમામે ધારાસભ્ય દરેક ખેડૂત પાસેથી ખૂબ ઓછી કિંમતે 5 ગૂંઠા જમીનની માગણી કરી રહ્યા હતા.
જાણવા મળ્યા મુજબ જે જગ્યાએ આ ઘટના બની તે ગામના 29 લોકોને સરકારી યોજના અંતર્ગત જમીન મળી હતી.દરેક ખેડૂતને 1 એકર 15 ગૂંઠા જમીન ફાળવવામાં આવી હતી.ત્યાર બાદ 4 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.તે ચારેય લોકોએ હેરાનગતિથી ત્રાસીને કીટનાશક પી લીધું હતું.ત્યાર બાદ તેમને સૌને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.નવાઈની વાત એ છે કે,પોલીસે આત્મહત્યાનો પ્રયત્ન કરનારા તે ચારેય ખેડૂત સામે જ એફઆઈઆર દાખલ કરી દીધી છે.ભાજપના ધારાસભ્યએ પોતાના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે,’અમને કોઈની જમીનની જરૂર નથી.અમે લોકોની ભલાઈ માટે જમીન ઈચ્છીએ છીએ.એ જ લોકો સવાલો કરી રહ્યા છે

