બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં સોયાણી ગામે રહેતી 19 વર્ષીય પરિણીતાનું ડિલીવરીના બે માસ બાદ તબિયત બગડતા મોત નીપજયું હતું.પ્રાપ્ત વિગત મુજબ પલસાણા તાલુકાનાં સોયાણી ગામે માછી ફળિયામાં રહેતા રણજીત બચુભાઈ વસાવાની 19 વર્ષીય પત્ની સરસ્વતીબેન કે જેઓ મજૂરીકામ કરે છે.બે માસ અગાઉ ડિલીવરી થયા બાદ તેની તબિયત ખરાબ રહેતી હોય અને તે જમવાનુ બરાબર જમતી ન હતી ગતરોજ સાંજના 6 વાગ્યાની આસપાસ સરસ્વતીબેનની તબિયત બગડતા 108 એમ્બુલન્સ મારફતે તેને સારવાર માટે બારડોલી સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી.જ્યાં ફરજ ઉપરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરી હતી.બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


