બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ગોજી ગામે રહેતી 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે.આ યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાપ્ત વિગત મુજબ બારડોલી તાલુકાનાં ગોજી ગામે ટેકરા ફળિયામાં રહેતા દીપકભાઈ રાઠોડની 18 વર્ષીય દીકરી હેતલબેને ગત તા-9 જૂનના રોજ 9 વાગ્યાના સુમારે કોઇ અગમ્ય કારણસર કોઇ ઝેરી દવા પી લીધી હતી.તેને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાંથી વધુ સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી.બનાવ અંગે બારડોલી પોલીસને જાણ થતાં તેમણે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


