નવી દિલ્હી, તા. 19. જૂન 2022 રવિવાર : પીએમ મોદીએ પોતાના માતા હીરાબાના 100મા જન્મ દિવસ નિમિત્તે લખેલા બ્લોગમાં બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.એ પછી અબ્બાસ નામના મોદીના મિત્ર રાતોરાત દેશમાં ચર્ચામાં આવી ગયા છે.હવે AIMIMના પ્રમુખ અને સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ તો આ જ બાબતને આગળ ધરીને પીએમ મોદીને ઘેર્યા છે.
ઓવૈસીએ કહ્યુ છે કે, મોદીજી તમારે અબ્બાસને જ પૂછી લેવુ જોઈએ કે, નુપુર શર્માએ મહોમ્મદ પયગંબર માટે જે કહ્યુ છે તે સાચુ છે કે ખોટુ છે…મને ખબર પડી છે કે, મોદીજીએ પોતાના નાનપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે.મને ખબર નથી કે અબ્બાસ છે કે નહીં પણ જો અબ્બાસ હોય તો તેમને બોલાવો અથવા તો મને તેમનુ એડ્રેસ આપો..હું જ તેમની ઘરે જતો રહું છું.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, અબ્બાસને મારા અને ઉલેમાઓના ભાષણ પણ સંભળાવો અને પૂછો કે અમે સાચુ બોલી રહ્યા છે કે નહીં…આમ ઓવૈસીએ અબ્બાસના નામે પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.ઓવૈસીનુ નિવેદન તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ બ્લોગમાં લખ્યુ હતુ કે, ઈદના તહેવાર પર મારી માતા મારા મિત્ર અબ્બાસ માટે તેની ફેવરિટ વાનગીઓ બનાવતી હતી.

