બારડોલી : સુરત જિલ્લાના પલસાણાના સોયાણી ગામે રહેતા યુવાનની ગામની જ એક સગીરા સાથે પ્રેમ થતા લગ્નની લાલચે ગામમાં જુદીજુદી જગ્યાએ અવાર નવાર શારીરિક સબંધ બાંધતા સગીર યુવતીને ગર્ભવતી બનાવી લગ્નની લાલચે ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચયો હતો પોલીસ મથકમાં યુવતીની માતાએ યુવક વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ આપી હતી
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના સોયાણી ગામે ઢીમમર ફળિયામાં રહેતા પ્રવીણભાઈ સન્મુખભાઈ રાઠોડ(19)નાઓની ગામમાં રહેતી યોગીતા નામની 16 વર્ષીય સગીરા સાથે પ્રેમ સબંધ પાંગરતા લગ્નની લાલચે પ્રવીણ રાઠોડે સગીરા સાથે એકલતાનો લાભલઇ અવારનવાર શારીરિક સબંધ બાંધતા સગીરાને 5 માસનો ગર્ભ રહી ગયો હતો એ મામલે પરિવારને જાણ થતાં પ્રવિણ રાઠોડ સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા સગીરાની માતાએ પલસાણા પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટના અંગે પલસાણા પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ અને અપહરણ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી


